News of Tuesday, 1st July 2025
વેટ વિભાગમાં બદલી-બઢતીનો દોરઃ ૩૪ જેટલા કમિશ્નર-ડે.કમિશ્નર-જાઇન્ટ કમિશ્નરના હૂકમો
રાજકોટ-૧૦માં અપીલમાં ધર્મેશકુમાર ગોવાણી અને મહેશકુમાર પટેલ મુકાયા

રાજકોટ, તા. ૧ઃ રાજયના નાણા વિભાગે ગઇકાલે સાંજે GST વિભાગના ૩૪ જેટલા કમિશ્નર, ડે. કમિશ્નર તથા જાઇન્ટ કમિશ્નરના બદલી-બઢતીના હુકમો કર્યા છે.
અધિકારી સૂત્રોમાંથી મળતી માહિતિ મુજબ રાજકોટમાં વિભાગ-૧૦ માં અપીલમાં અમદાવાદથી ધર્મેશકુમાર ગોવાણી મહેશકુમાર અમિચંદ પટેલની નિમણુંક થઇ છે.
આ ઉપરાંત અમદાવાદના ઍન.વી. કામોળ સંયુકત રાજયવેરા કમિશ્નર તરીકે ગાંધીધામ મુકવામાં આવ્યા છે, તેમને પ્રમોશન અપાયું છે.
આ ઉપરાંત ૧૪ જેટલા નાયબ રાજયવેરા કમિશ્નરની બદલીના હુકમો થયા છે, આ તમામ અમદાવાદ, વડોદરા, સુરતમાં ટ્રાન્સફર અપાઇ છે, જા કે અમદાવાદના કનુભાઇ તબિયાર ને જુનાગઢ નાયબ રાજયવેરા કમિશ્નર દરોડા મીટીંગમાં મુકવામાં આવ્યા છે.
સુત્રોઍ જણાવ્યું હતું કે ૭ જેટલા સહાયક રાજયવેરા કમિશ્નરને પ્રમોશન અપાયું છે, જેમાં રાજકોટના રોહન સરાવગીને અમદાવાદ તો અમદાવાદના શિવમ જાનીને રાજકોટ વિભાગ-૧૦ માં અપીલ-ર માં મુકવામાં આવ્યાનું ઉમેરાયું હતું.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
