<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd July 2025

અમદાવાદના વસ્ત્રાપુરમાં 56 વર્ષનાં વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડે કર્યા અડપલાં : સગીરા લિફ્ટમાં ગઇ તે પાછળથી ઘુસી ગયા અને....

સગીરાના ગુપ્ત ભાગે અડપલાં કરતા તરૂણી ગભરાઇ ગઇ :બુમાબુમ કરી મુકતા સોસાયટીનાં અન્ય લોકો એકત્ર થયા :આરોપી ભાગે છુટવા માટે નિકળ્યો પરંતુ લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યો

અમદાવાદનાં પોશ ગણાતા વિસ્તાર વસ્ત્રાપુરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સગીરા પોતાના ટ્યુશનથી ઘરે પરત ફરી હતી. સોસાયટીની લિફ્ટ દ્વારા પોતાનાં ઘરે પરત ફરી રહી હતી. ત્યારે અચાનક લિફ્ટમાં સોસાયટીનાં જ વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ પણ સાથે લિફ્ટમાં ચડી ગયો હતો. જેવો લિફ્ટનો દરવાજો બંધ થયો તેણે સગીરાના ગુપ્ત ભાગે અડપલાં કરવાનું શરૂ કર્યા હતા. જેનાં કારણે તરૂણી ગભરાઇ ગઇ હતી. જો કે સતર્કતાને કારણે તેણે બુમાબુમ કરી મુકતા સોસાયટીનાં અન્ય લોકો એકત્ર થઇ ગયા હતા. આરોપી ભાગે છુટવા માટે નિકળ્યો પરંતુ લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યો હતો. 

    મૂળ ઉત્તર ભારતના 43 વર્ષીય યુવક શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે અને બેંકના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેની 12 વર્ષીય પુત્રી પોશ વિસ્તારમાં આવેલી શાળામાં ધો.8માં અભ્યાસ કરે છે. સાંજે તે ટ્યુશન પણ આવતી જતી હોય છે. જો કે આજે સાંજે જ્યારે તે બેંકથી પરત ફર્યા તો તેમની પત્નીએ જણાવ્યું કે, તેમની પુત્રી એકદમ ગભરાયેલી હાલતમાં રડતી રડતી ટ્યુશન ક્લાસથી ઘરે આવી હતી.  

    દંપતીએ પુત્રીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે સાંજે ટ્યુશન ક્લાસથી છૂટીને સોસાયટીમાં આવી હતી. બાદમાં તે લિફ્ટમાં પ્રવેશી ત્યારે સિક્યોરિટી ગાર્ડ પણ તેની સાથે લિફ્ટમાં ઘૂસ્યો હતો. તેણે લિફ્ટનો દરવાજો બંધ થયા બાદ તેના ગુપ્ત ભાગે અડપલાં કર્યા હતા. આટલું સાંભળીને વાલીએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસને મેસેજ મળતા જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે આસપાસના લોકો અને ભોગ બનનારની પૂછપરછ કરી હતી.

     અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસની પુછપરછમાં સિક્યોરિટી ગાર્ડ દોષિત લાગતા 56 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધી સ્થળ પરથી જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, સગીરા ટ્યુશનથી પરત આવી ત્યારે આ સોસાયટીની ઓરડીમાં રહેતા ગાર્ડે તેનો પીછો કર્યો હતો અને તરૂણી જેવી લિફ્ટમાં પ્રવેશી તે પણ તેની સાથે લિફ્ટમાં પ્રવેશી ગયો હતો. તેણે તરૂણીની છેડતી કરી હતી. તેને તેમ કે તરૂણી કોઇને જણાવશે નહી પરંતુ તેણે પરિવારે જાણ કરી હતી. જેથી આ તેની મોડસ ઓપરેન્ડી હોય તેવી પણ શક્યતાઓ છે. જેથી હાલ તો તેણે અગાઉ કોઇ બાળકો સાથે આવું ગેરવર્ત કર્યું છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.

(12:18 AM IST)