તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd July 2025
સરકારી વેબસાઈટ પર સાઈબર એટેકની ફરિયાદની તપાસ કરશે NIA.
કેન્દ્ર અને રાજ્યની સરકારી વેબસાઈટ પર સાઈબર એટેકની ફરિયાદ નોંધાઈ : ATSએ નડિયાદના જાસિમ અંસારી અને સગીરની ધરપકડ કરી

સરકારી વેબસાઈટ પર સાઈબર એટેકની ફરિયાદની તપાસ NIA કરશે,. એટીએસમાં નોંધાયેલી ફરિયાદની તપાસ NIAને સોંપવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્યની સરકારી વેબસાઈટ પર સાઈબર એટેકની ફરિયાદ નોંધાઈ હતી. ATSએ નડિયાદના જાસિમ અંસારી અને સગીરની ધરપકડ કરી હતી. આરોપીઓએ એક મહિનામાંં સરકારી વેબસાઈટો પર કર્યો હતો એટેક. ખાનગી ટેલિગ્રામ ચેનલ પર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ NIA દ્વારા ફરીથી ફરિયાદ નોંધાઈ છે . આઈટી એક્ટ મુજબ NIA દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ટેકનીકલ અને ફોરેન્સિક પુરાવા એકઠા કરવાની કામગીરી શરૂ કરાઈ છે .
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
