<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજીવ મિશ્રા સાથે શેરબજારના નામે અડધા કરોડની ઠગાઇ : મેટોડાની કંપનીમાં માર્કેટીંગ ડિપાર્ટમેન્‍ટના કર્મચારીને વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં એડ કરી બમણા નફાની લાલચ અપાઇઃ ગ્રુપમાં નફાને લગતી માહિતી શેર થતી જોઇ રોકાણ કર્યુ હતું: પણ વિડ્રો કરવા જતાં પ્રોફેશનલ ફી માંગવામાં આવતાં છેતરાયાની ખબર પડી : નાના મવા રોડ સુવર્ણભુમિમાં રહેતાં નોકરીયાતે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ એક્‍સીસ સિક્‍યુરીટીઝ નામના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં એડ કરી લિંક મોકલી એકાઉન્‍ટ ખોલાવડાવી રોકાણ કરી છેલ્લે ધૂંબો મારી દીધોઃ ૨૩ દિવસમાં ૭ વખત ટ્રાન્‍જેક્‍શન કરી કુલ ૪૯,૮૦,૦૦૦નું રોકાણ કરી દીધું: શેરની ખરીદી ક્‍યારે કરવી, ક્‍યારે વેંચવા તેની માહિતી આપનારે પોતાનું નામ મેઘલ શાહ ક્‍યું હતું: સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ બી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી3:21 PM IST

સૌરાષ્ટ્રમાં "ફ્લો કેમિસ્ટ્રી - ગેમ ચેન્જર" સેમિનાર: ફાર્મા અને રસાયણ ઉદ્યોગમાં ક્રાંતિનો પ્રારંભ: સૌરાષ્ટ્રના ઉદ્યોગ માટે નવી દિશા : ઇન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ્સ એન્ડ બાયોલોજિસ્ટ્સ દ્વારા રાજકોટમાં ૨૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ "ફ્લો કેમિસ્ટ્રી: એમએસએમઈ, ફાર્મા એપીઆઈ, ઇન્ટરમીડિયેટ્સ અને રાસાયણિક ઉત્પાદનો માટે ગેમ-ચેન્જર" વિષય પર સેમિનાર યોજાશે. આ સેમિનાર સૌરાષ્ટ્રના ફાર્માસ્યુટિકલ અને રાસાયણિક ઉદ્યોગોમાં ઝડપી, કાર્યક્ષમ અને ટકાઉ ઉત્પાદન માટે ફ્લો કેમિસ્ટ્રી અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ચીનના પડકાર સામે ભારતીય ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.4:13 PM IST