<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

અમદાવાદના વાતાવરણમાં પલટો : વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો

નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ

 અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો  આવ્યો છે. વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે  સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છે. ત્યારે અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.  અમદાવાદ શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે.  અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. 

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્ય પર 4 સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. આજથી 29 જુલાઈ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ , પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

(9:03 PM IST)