<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

રૈયા રોડ ઉપર ફૌજી રેસ્‍ટોરન્‍ટમાં થયેલ હુમલા રાયોટીંગના કેસમાં ઇશુ ઉર્ફે ડાડાના જામીન મંજુર

 

રાજકોટઃ તા.ર૬, રાજકોટના રૈયા રોડ પર, ફોજી હોટલ ઉપર થયેલ હુમલા તેમજ રાયોટીંગના કેસમાં ‘‘ઈશુ ઉર્ફે ડાડો (ઈશુબ સાંધ)''ના જામીન રાજકોટ સેશન્‍સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી જે મકાનમાં રહે છે તેમા ભાડુ કે ખાલી કરતા ન હોય જેથી મકાન માલીક દ્વારા મકાન ખાલી કરવા બાબતે સમજાવવા ગયેલ હતા તે દરમ્‍યાન મકાન માલીક ફારૂકભાઈ શેખ દ્વારા ફરીયાદીને એવું કહેવામાં આવેલ હતું કે, હવે આ મકાન સાથે તમારે કાંઈ લેવા દેવા નથી, તમારે આ મકાન ખાલી કરવાનુ છે અને આ મકાન મે આરોપી નં. ૧ અહેમદ સાંધને વેચી આપેલ છે જેથી તમે હવે આ મકાન બાબતે અહેમદભાઈ સાથે સમજવાનું રહેશે આવુ કહેતા અહેમદભાઈ ફરીયાદી સાથે ઝઘડો કરવા લાગેલ હતા જેથી તેના પીતરાઈ ભાઈ સાથે અને ફૌજી રેસ્‍ટોરન્‍ટવાળા ઈમરાનભાઈ આવી ગયેલ હતા અને અહેમદને ત્‍યાંથી જતો રહેવા સમજાવેલ હતુ અને અહેમદ જતો રહેલ અને જતા-જતા કહેલ અમે પાછા આવીએ છીએ.

થોડા સમય બાદ મારા પિતરાઈ ભાઈ ઈમરાનભાઈની દુકાન ઉપર આરોપી નં. અહેમદ સાંધ, આરોપી નં. ૨ ઈશુ ઉર્ફે ડાડો, આરોપી નં. ૩ અજીત ઉર્ફે ટકો આરોપી નં. ૪ સદામ દલવાણી તથા આરોપી નં. ૫ ફારૂક શેખ ટુવ્‍હીલર મોટર સાઈકલ તથા ફોરવ્‍હીલ ગાડી લઈ આવી ગયેલ હતા અને ફૌજી હોટલ પર તોડફોડ કરેલ હતી. તેમજ અમારા ભાઈ સાહીલને માથાના ભાગે સોડાની બોટલનો ઘા મારી હુમલો કરેલ હતો. જે બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશને ફરીયાદ નોંધેલ હતી તેમજ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા. આરોપી ઈશુ ઉર્ફે ડાડાને જેલ હવાલે કરતા આરોપીએ એમના એડવોકેટ રીપન ગોકાણી મારફતે રાજકોટની સેશન્‍સ અદાલતમાં જામીન અરજી કરી મુખ્‍યત્‍વે એવી રજુઆત કરવામાં આવેલ હતી કે આરોપી બનાવ સ્‍થળે કે બનાવ સમયે હાજર ન હતા માત્ર ને માત્ર ફરીયાદીએ ખોટું નામ એફ.આઈ.આર.માં દાખલ કરી દેવામાં આવેલ છે તેમજ આરોપી દ્વારા કોઈ પણ જાતનો હુમલો કરવામાં આવેલ નથી.

બન્ને પક્ષોની દલીલો તેમજ બચાવપક્ષે રજૂ રાખેલ ચુકાદાઓ ધ્‍યાને લેતા નામદાર અદાલત એવા તારણ પર આવેલ હતી કે હાલના ગુનામાં આરોપીનો કોઈ રોલ દર્શાવતો નથી તેમજ આરોપીના પત્‍ની દ્વારા પોલીસ ઈન્‍સન્‍સ્‍પેકટરશ્રી તથા કમીશ્‍નરશ્રીને યોગ્‍ય તપાસ કરવા અરજી કરેલ હોય જે ધ્‍યાને લેતા શરતોને આધીન આરોપીને જામીન મુકત કરવા હુકમ કરેલ હતો. આ કામે આરોપી ઈશુ ઉર્ફે ડાડો (ઈશુબ સાંધ) વતી રાજકોટના ખ્‍યાતનામ ધારાશાષાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, મહેશ્વરી ચૌહાણ, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્‍યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી રોકાયેલ હતા

(12:00 PM IST)