તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આર્કિટેક્ટ પ્રદિપ ત્રિવેદીનો જન્મદિન

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ પ્રફુલચંદ્ર ત્રિવેદી તા.૨૬/૦૭/૧૯૬૩ ના રોજ વાંકાનેરમાં જન્મેલા પ્રદીપભાઈ યુવા વિદ્યાર્થી કાળથી જ કોંગ્રેસ પક્ષમાં યુવક કોંગ્રેસના મહામંત્રી, રાજકોટ યુવક કોંગ્રેસ પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી, ગુજરાત કોંગ્રેસ કેમ્પેઈન કમિટી સદસ્ય, રાજકોટ મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી, પૂર્વ ડેલીગેટ, તેમજ અલગ અલગ જીલ્લા શહેરોના નિરીક્ષક અને પ્રભારી અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હાલ જામનગર શહેર-જિલ્લાના પ્રભારી છે. તેઓએ ઇન સિવિલ ઇન્જીનિયર અને બી.ટેક. સુધીનો અભ્યાસ કરેલ છે તેમજ વ્યવસાયે ૩૮ વર્ષથી શ્રી ત્રિવેદી કન્સલ્ટીંગ ઈજનેર અને વેલ્યુઅર છે તેમજ તેઓ એશોસિએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જીનીયરના સ્થાપક ચેરમેન અને પૂર્વ પ્રમુખ, રીયલ રાજકોટ ડેવલોપર એસોસિએશન ના સ્થાપક ચેરમેન, બિલ્ડર એશોસિએશનના સભ્ય, વિશ્વ ભારતી પરિષદના કન્વીનર તથા અનેકવિધ બ્રહ્મ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને લોકનીધી શરાફી સહકારી મંડળીના ચેરમેન શ્રી પ્રદીપભાઈ ત્રિવેદીના જન્મદિવસ નિમિતે તેમના (મો.૯૬૨૪૦ ૫૩૫૩૫) ઉપર શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
