<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

ગાંધીગ્રામ પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા પાંચ લોકોને રૂપિયા ૭.૫૦ લાખ પરત અપાવ્‍યા

તેરા તુજકો અર્પણ હેઠળ ૧૮ લોકોને ખોવાયેલા મોબાઇલ શોધી આપ્‍યાઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ જુન મહિનામાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં રહેતાં પાંચ લોકો સાથે અલગ અલગ પ્રકારે ફ્રોડ થયું હતું. આ લોકોને પોલીસે રૂા. ૭,૫૦,૪૯૬ની રોકડ પરત અપાવી છે.

ગઠીયાઓએ એક અરજદારને ક્રેડીટ ટ્રાન્‍જેકશનના ખોટા મેસેજ મોકલી ભુલથી મારા પૈસા તમારા ખાતામાં આવી ગયા છે તેમ કહી નાણા મેળવી લીધા હતાં. બીજા અરજદારને ઇન્‍સ્‍ટાગ્રામમાં અલગ અલગ ટાસ્‍ક મોકલી કમાણી કરવાની લાલચ આપી ફ્રોડ કરાયું હતું. ત્રીજાને ફેસબૂક-ઈન્‍સ્‍ટાગ્રામ  મારફત શેરબજારમાં કમાણી કરવાની ટીપ્‍સ આપી, ચોથાને ગૂગલ સર્ચ એન્‍જીન પર નંબર સર્ચ કરતાં છેતરી લેવાયેલ અને પાંચમા અરજદારને ફેસબૂક પર વાતચીત બાદ લોન અપાવી દેવાની લાલચ દઇ છેતરી લેવાયેલ. આ પાંચેયને રૂા. ૭,૫૦,૯૪૬ની રકમ પરત અપાઇ હતી. જ્‍યારે બીજી તરફ તેરા તુજકો અર્પણ ઝુંબેશ અંતર્ગત ૧૮ લોકોને તેના ખોવાયેલા, ગૂમ થયેલા મોબાઇલ ફોન સીઇઆરઆર પોર્ટલની મદદથી શોધી પરત અપાયા હતાં. ૪,૪૪,૪૭૯ના મોબાઇલ ફોન પરત આપવામાં આવ્‍યો હતાં. આ તમામ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર. એસ. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ એસ. બી. મકરાણી, હેડકોન્‍સ. હરેશભાઇ ગોહેલ, કોન્‍સ. રાવતભાઇ મકવાણા અને શૈલેષભાઇ ડાભીએ કરી હતી. કોઇપણ લોકો સાયબર ફ્રોડનો ભોગ બને તો તુરત ૧૯૩૦ નંબરની હેલ્‍પલાઇન પર સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો છે. તેમજ સોશિયલ મિડીયા પર લલચામણી ટીપ્‍સ, જાહેરાતોની જાળમાં ન ફસાવવા જાગૃત રહેવા પણ અનુરોધ કર્યો હતો. (

(3:08 PM IST)