તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
લોકમેળામાં સ્ટોલ લેવામાં સાવ ટાઢોડુઃ આજે કુલ ૬૩ સ્ટોલની હરરાજી પરંતુ માત્ર ૧૮ ફોર્મ ભરાયા
તંત્ર અવઢવમાં: મોટી ખાણીપીણીના બે સ્ટોલ પણ એક પણ ફોર્મ ભરાયું નથી આઇસ્ક્રીમના ૧૬ ચોકઠા સામે માત્ર ૭ ફોર્મ આવ્યાઃ ૪૪ નાની ખાણીપીણીમાં માત્ર ૧૧ ફોર્મ આવ્યા છે આજની હરરાજીના સ્ટોલ હાઉસફુલ કરવા તંત્રે મુદ્્ત વધારવી પડે તેવી સ્થિતિ કાલે મોટી રાઇડ-૩૪ સ્ટોલ માટે બપોરે હરરાજી ૪૦ ફોર્મ ભરાયા છે

રાજકોટ તા.૨૬: રાજકોટ કલેકટર તંત્ર આયોજીત રેસકોર્ષ ખાતે યોજાનાર લોકમેળામાં ફોર્મ ઉપાડ-ભરવાની મુદત ગઇકાલે પૂર્ણ થઇ છે. અને હવે આજથી સોમવાર સુધી હરરાજી અને ડ્રોની કાર્યવાહી શરૂ થઇ છે.
આજ બપોરે ૧ વાગ્યાથી એ-કેટેગરી-મોટી ખાણીપીણીના બે સ્ટોલ, બી-૧, નાની મધ્યમ ખાણીપીણીના-૪૪ સ્ટોલ, આઇસ્ક્રીમ ચોકઠા-૧૬ સ્ટોલ તથા ઝેડ-ટી કોર્નર-૧ સ્ટોલ સહિત કુલ ૬૩ સ્ટોલની હરરાજી જૂની કલેકટર કચેરી ખાતે આવેલ રાજકોટસીટી પ્રાંત-૧ ડો.ચાંદની પરમારની આગેવાની હેઠળ પヘમિ વિસ્તારના મામલતદારની અજીતકુમાર,શીરેસ્તેદાર શ્રી ભાલોડી,તથા મામલતદાર શ્રી વસીમ ભાઇ,હિતુભા ચૂડાસમા તથા સ્ટાફ દ્વારા શરૂ કરાઇ છે?
આ હરરાજી સાંજે ૪થી૫ વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ આવતીકાલે જે બાબતે વિવાદ થયો હતો તે મોટી રાઇડના ૩૪ સ્ટોલ માટે હરરાજી થશે જેમાં ૩૬ ફોર્મ ભરાયા છે. અને સોમવારે રમકડા, નાની ચકરડી, વિગેરે સ્ટોલનો ડ્રો. થશે તેમ અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.પરંતુ આજે થનાર ૬૩ સ્ટોલમાં માત્ર ૧૮ ફોર્મ આવ્યા હોય કલેકટર તંત્રના આયોજનમાં સાવ ટાઢોડૂ છવાયું છે. દરમિયાન આ વખતે લોકમેળામાં સાવ વરસાદી ટાઢોડુ છે. આજ જે ૬૩ સ્ટોલની હરરાજી છે? તેમાં મોટી ખાણીપીણીના બે સ્ટોલમાં એક પણ ફોર્મ ભરાયું નથી. તો મધ્યમ ખાણીપીણીના ૪૪- સ્ટોલ સામે માત્ર ૧૦ ફોર્મ આવ્યા છે. આઇસ્ક્રીમના ૧૬ ચોકઠા સામે માત્ર ૭ ફોર્મ આવ્યા છે. આથી તંત્રે વધુ એક વખત ઉપરોકત સ્ટોલ અંગે ફોર્મની મુદત વધારવી પડે તેવો ઘાટ સર્જાયો છે.
(3:48 PM IST)










