તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
અનેક એવોર્ડઝ જીતનાર ગુજરાતી ફિલ્મ ‘ચાતર' રાજકોટમાં સોમવારે થશે રીલીઝ

રાજકોટઃ ગુજરાતી ફિલ્મોના નિર્માણમાં છેલ્લા દોઢ દાયકામાં એક અલગ જ પદ્ધતિ અને પેટર્ન જોવા મળી રહી છે. કોમર્શિયલ, કોમેડી, હોરર કે લવ સ્ટોરી અથવા સોશિયલ ફિલ્મો મહદ અંશે જોવા મળે છે પરંતુ હજુ બાળકોને કેન્દ્રમાં રાખીને બનતી ફિલ્મોની સંખ્યા મર્યાદિત છે એવા સમયમાં એક અલગ જ વિષય અને હેતુ સાથે દિવ્યતક્ષ ફિલ્મ્સ અને ફનકાર ફિલ્મ્સના નિર્માણમાં હેઠળ, ફિલ્મને પ્રોડ્યુસર કરી દીપક પરમારના સાહસની નોંધ લઇ શકાય છે. લેખક વિનોદ પરમાર અને આસિફ અજમેરી એક નવી વાર્તા પડદા પર રજૂ કરવા જઈ રહ્યા છે.
વિનોદ પરમારના દિગ્દર્શનમાં બનેલ આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે મૌલિક નાયક, કૌશાંબી ભટ્ટ, હિરણ્ય ઝીંઝુવાડીયા, ગૌરાંગ આનંદ, તેમજ સહ કલાકારોમાં આશી પટેલ, કબીર દૈયા, પ્રિયંકા પટેલ ભાવિની ચૌહાણ, શ્વેતા પટેલ, મીર હનીફ, અલ્પેશ ટાંક, રમીઝ સાલાણી ધારેશ શુક્લ, શંકર સિંગ, ચેતન છાયા એ ભૂમિકા ભજવી છે.
આ ફિલ્મનું ચાર વખત સ્ક્રીનીંગ જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે તેમજ બાળકો માટે બનતી ફિલ્મોનો ફેસ્ટિવલ સિફીસીમાં તેમજ વિશ્વ પ્રસિદ્ધ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ડિજિટલ સ્ક્રીનીંગ થઈ ચૂકયું છે અને અનેક એવોર્ડ પણ મળી ચૂકયા છે.
ગીતોએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. જેમાં ગીતકાર છે આસિફ અજમેરી અને સંગીતકાર છે વત્સલ - કવન. આ ફિલ્મના ગીત જાહોજલાલી માટે રાજકોટના જ બાળ કલાકાર હર્ષિવ કોટેચા તેમજ મૂંગા જવાબો ગીત માટે આમિર મીર એ સ્વર આપ્યો છે. સમગ્ર ગુજરાતમાં ફિલ્મ આગામી ૨૮ જુલાઈ એ કોસ્મોપ્લેક્સમાં રિલીઝ થઈ રહી છે. બલ્ક બૂકીંગ માટે મયુર ગોહિલઃ ૯૯૭૪૬૭૭૩૯૨નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
