News of Saturday, 26th July 2025
ડોક્ટર બન્યા દેવદૂત : સગર્ભા મહિલાના ટુકડા ટુકડા થઈ ગયેલા એપેન્ડિક્સનું જટિલતા વચ્ચે દુરબીનથી સફળ ઓપરેશન કરી આપ્યું નવજીવન
કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલ અદાણી જી. કે. જનરલના સર્જરી વિભાગે અનેક વિપરીત પરિસ્થિતિ વચ્ચેસ્ત્રીરોગ, એનેસ્થિક અને પલ્મોનોલોજી વિભાગ સાથે મળી પાર પાડ્યું જટિલ ઓપરેશન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૬: અદાણી સંચાલિત કચ્છ ની જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે.જનરલ હોસ્પિટલમાં ૨૦ વર્ષીય મહિલા ૨૬ અઠવાડિયા અને ૬ દિવસની ગર્ભવતી હતી,ત્યારે તેના ટુકડે ટુકડા થઇ ગયેલા એપેન્ડિક્સનું સર્જરી વિભાગે દુરબીનથી સફળ ઓપરેશન કરી બચાવી લીધી હતી. આ ઓપરેશનમાં એનેસ્થેસિયા,સ્ત્રીરોગ અને પલ્મોનોલોજી વિભાગનો પણ સહયોગ મળ્યો હતો.
હોસ્પિટલના સર્જન ડો.સિધ્ધાર્થ શેઠીઆએ કહ્યું કે, પ્રથમ વાર ગર્ભવતી બનેલી મહિલા પેટમાં દુખાવાની,તાવ,અને ઉલટીની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવી ત્યારે સોનોગ્રાફી કરાવ્યું પણ દુખાવો સ્પષ્ટ ના થતા રેડિયોલોજિસ્ટ ડો.અશોક હડિયાના માર્ગદર્શન હેઠળ MRI કરાવ્યું, જેમાં પેટની જમણી બાજુનો દુખાવો ટુકડા થઈ ગયેલા એપેન્ડિક્સનો અને આજુબાજુ પરુ ફેલાઈ ગયાનો હતો.પરિણામે ઓપરેશન જરૂરી બની ગયું હતું.ઓપરેશન દુરબીનથી કરવાનું હતું.
પરંતુ,મહિલા પેટથી હોવાના કારણે અને ગર્ભ એપેન્ડિક્સના સ્થળે દબાણ કરતું હોવાથી ઓપરેશન મુશ્કેલ હતું.કેમકે ઓપરેશન દરમિયાન કે પછી ગર્ભપાત થઈ જવાની શકયતા વધુ હોવાને કારણેસ્ત્રીરોગ વિભાગની પણ એટલીજ આવશ્યકતા હતી.ઉપરાંત મહિલાનું ઓક્સિજન સ્તર ૯૦ અને ૯૨ની આસપાસ રહેતું હોવાથી પલ્મોનોલોજિસ્ટ ડો.કલ્પેશ પટેલનું માર્ગદર્શન પણ જરૂરી બની ગયું.
આવી જટિલ સ્થિતિમાં વધુ એક અડચણ એ હતી કે,દર્દીએ ઓપરેશન માટે સ્પષ્ટ નનૈયો ભણી દેતા તબીબોની મુશ્કેલી વધી ગઈ, ત્યારે ખુદ સર્જરી વિભાગના વડાએ (એચ.ઓ.ડી.) બહેનને દુખાવાની લાંબા ગાળાની સ્થિતિ સમજાવી ઓપરેશન માટે માનવી લીધા.અને થયું સફળ ઓપરેશન.૧૨ દિવસ બાદ બહેનને ડિસ્ચાર્જ અપાયો.
આ શષાક્રિયામાં ડો.જ્યોત પરદેશી,ષાીરોગ નિષ્ણાત ડો.ખુશ્બુ પટવા,ડો. શુભ્રા અને એનેસ્થેટિક ડો.ક્રિષ્ના કારા,ડો.ખ્યાતી,ડો.દીક્ષિત ઉપરાંત સર્જરી શાખાના ડો.મૈત્રી બારીયા અને ડો.નિલેશ અને ર્નસિંગ સ્ટાફ રવી મહેશ્વરી સહિત દરેકે જહેમત લીધી હતી
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
