તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
પ્રભાસપાટણમાં રહેણાંક વિસ્તારમાં દિપડો ઘુસી ગયોઃમહા મહેનતે પાંજરે પુરાયો
ર બકરાનું મારણ કર્યુઃ લોકોના ટોળા ઉમટી પડયાઃ વન વિભાગની ટીમ દ્વારા રેસ્કયુ

(દિપક કક્કડ - મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) વેરાવળ-પ્રભાસ પાટણ તા. ર૬ ઃ.. પ્રભાસપાટણ સોમનાથ મુકામે દુધ માર્કેટ ની બાજુમાં સીફા મેડીકલ ની સામે ફારૃક ભાઈ ધાચી ના અવાવરૃ મકાન મા રાત્રી ના ત્રણ કલાક ના અરસામાં દિપડો ધુસી ગયેલ આ ધટના ની બાજુમાં રહેતા લોકો ને થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા વન વિભાગ ને જાણ કરતા વેરાવળ રેન્જ આર એફ ઓ પંપાણીયા તેમના સ્ટાફ સાથે આવેલ અને આ દિપડો આ મકાન ના ખુણા મા છુપાયેલ હતો જેને પકડવો ખુબજ મુશ્કેલ કામ હતુ પરંતુ જંગલ ખાતા ના સ્ટાફ દ્વારા સતત મહેનત કરી આ દિપડા ને બેભાન કરી અને સવાર ના નવ કલાકે પકડવા આવેલ છે.
આ દિપડા ના રાત્રે ના આખા પ્રભાસ પાટણ મા સમાચાર ફેલાતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા આ દિપડા એ બે બકરાં પણ મારી નાખેલા છે જે જગ્યાએ થી દિપડો પકડાયેલ ત્યાં બાજુમાં શાકભાજી ની માર્કેટ પણ ભરાય છે
આવા લોકો ની ગીચ વસ્તી મા દિપડો આવી જતા લોકો ખુબજ ભયભીત થયેલ છે કારણે કે આ વિસ્તારમાં લોકો ની સતત અવર જવર રહેતી હોય છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
