<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

આ રવિવારે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર વીરપસલી

ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર વીરપસલી શ્રાવણ મહિનાના કોઈપણ રવિવાર થી શરૂ કરી શકાય અને બીજા રવિવારે છોડી શકાય છે. શ્રાવણ સુદ ત્રીજ ને રવિવાર તા.૨૭/૭/૨૦૨૫ નો દિવસ વીરપસલી માટે શુભ છે.

આ દિવસે સવારે બહેને સુતરના સાત તારનો દોરો બનાવી અને તેને સાત ગાંઠ બાંધવી કંકુવારો દોરો કરી  બહેન ને વીર પસલી ભાઈના જમણા હાથે બાંધવો અને બાંધતી વખતે મા વીરપસલી નું નામ લેવું તથા બહેને ભાઈને આર્થીક સુખાકારી અને સુખ સમળધ્‍ધિ વધે તથા દીર્ઘાયું થાય તેવા આશીર્વાદ આપવા આ દિવસે બહેનોએ એકટાણુ રહેવું. તથા વીરપસલી ની કથા સાંભળવી. જ્‍યોતિષ આચાર્ય રાજદીપ જોશી (વેદાંત રત્‍ન)

(3:58 PM IST)