તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Saturday, 26th July 2025
રાજકોટની રેનોલ પોલીકેમ આઇપીઓ લાવી રહી છેઃ ભરણુ ૩૧મીએ ખુલશેઃ ૪ ઓગષ્ટે બંધઃ માર્કેટમાંથી રૂા. ૨૫.૭૭ કરોડ એકત્ર કરાશેઃ પ્રાઇસ બેન્ડ ૧૦૦.૧૦

રેનોલ પોલીકેમ દ્વારા પત્રકાર પરિષદમાં વિગતો અપાઇ હતી તે સમયની તસ્વીર. (અભિજીત બગથરીયા)
રાજકોટ તા.૨૬: રાજકોટમાં ગોંડલ હાઈ-વે ઉપર કોઠારિયા પાસે આવેલી રેનોલ પોલીકેમ લિમિટેડ હલર પીગમેન્ટ અને એડિટિવ માસ્ટરબેચની અગ્રણી ઉત્પાદક કંપની છે અને આ ક્ષેત્રે વિશ્વાસના પ્રતિક તરીકે ઓળખાય છે. રેનોલ પોલીકેમ લિમિટેડ આ મહિનાના અંતમાં પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશ કરી રહી છે. કંપની માર્કેટમાંથી તેના એક્સપાન્સન પ્લાન માટે ૨૫.૭૭ કરોડ રૂપિયા એકત્ર કરવા ધારે છે અને આ આઈ.પી.ઓ.ને ખુબ સારો પ્રતિસાદ મળશે તેવી આશા કંપનીના સંચાલકો રાખી રહ્યા છે. આ આઈ.પી.ઓ અંગે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કંપનીના સંચાલકોએ કહ્યું હતું કે, પબ્લિક માટે આ આઈ.પી. ઓ. ૩૧ જુલાઈના રોજ ખુલશે અને ૦૪ ઓગસ્ટના રોજ બંધ થશે.
તેમણે કહ્યું હતું કે, શેરની કુલ સંખ્યા ૨૪.૫૪ લાખ છે. જાહેર ભરણુ ખુલે તે પૂર્વે ૩૦ જુલાઈએ એન્કર ઇન્વેસ્ટમેન્ટ માટે ખુલશે. કંપની પાસે ક્વોલીફાઈડ ઇન્ડસ્ટ્રીયલ બાયર ૬.૪૦ લાખ શેર છે. જયારે એચએનઆઇના ૩.૪૯ લાખ શેર અને રીટેલ્સમાં ૧૩.૧૫ લાખ શેર છે. પ્રત્યેક શેરની ૧૦ ફેસ વેલ્યુનાં ઇક્વિટીશેર દીઠ ૧૦૦-૧૦૫ નો પ્રાઈઝ બેન્ડ છે.
આ આઈ.પી.ઓ.ની ટીમમાં લીડ મેનેજર તરીકે કોર્પોરેટ મેકર્સ કેપિટલ લિમિટેડ છે જયારે કંપની સેક્રેટરી અંકુર રસ્તોગી તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સીએ કિશોર સિંહ એન્ડ ભવદિપ પોરિયા છે.
રેનોલ પોલીકેમ લિમિટેડ અંગે વધુ વિગત આપતા સંચાલકોએ કહ્યું હતુ કે, રેનોલ પોલીકેમ ખાસ કરીને યુપીવીસી, સીપીવીસી તેમજ ડબ્લ્યુપીસી ના સુપર પેક ટીન, સ્ટેબીલાઈઝર, વન પેક સ્ટેબીલાઈઝર, પ્લાસ્ટીસાઈઝર, વેક્સ, લુબ્રીકેશન, કેલ્શિયમ પાવડર, મોઈશ્વર પાવડર, કાર્બન અને નુડલ્સ, પીગમેન્ટ અને માસ્ટરબેચીઝ જેવી અનેક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. આ પ્રોડક્ટની દેશ-વિદેશમાં પણ ઘણી માંગ રહે છે.
કંપનીનાં પ્રમોટર અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે ભાવેશભાઈ હરસોડા છે જયારે તેમના પુત્ર નૈતિક હરસોડા ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. આ બંને ઉદ્યોગ સાહસિકો આઈ.પી.ઓની સફળતા માટે આશાવાદી છે.
(12:05 PM IST)










