તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
ખંભાળીયામાં એકટીવા ઉપર ગૌમાંસ લઈ જતા હોવાની ચર્ચાથી અટકાયત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૬: સલાયા ગામના એક મહિલા તથા પુરુષ કોથળામાં માસનો જથ્થો લઈને જતા ગૌરક્ષકોએ તેમને પકડ્યા હતા ગૌમાંસ અથવા ગૌવંશનો માસ હોવાની શંકા ઉપરથી પોલીસને જાણ કરતા પોલીસે આ ગાડી સાથે માસનો જથ્થો પકડી ટેસ્ટ કરવા માટે લેબોરેટરીમાં મોકલવા વ્યવસ્થા કરી છે સલાયા તથા ભાણવડ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે શ્રાવણ માસના પહેલા જ દિવસે આવી રીતે કહેવાતા ગૌમાંસ મળ્યાની વાત થી ચર્ચા જાગી છે. ગૌ માંસના વિક્રેતાઓ સામે આવા પવિત્ર માસમાં આવુ કરવા સામે પણ રોષની લાગણી પણ ફેલાય છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
