તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઓશો ગીતા-નિવેદિતા ધ્યાન મંદિરે ૐકાર ધ્યાન, શિવ તાંડવ ધ્યાન,ધ્યાનોત્સવ

આયોજક-સ્વામિ પ્રેમ મુસાફિર (વિજયભાઇ ભુવા) સંચાલીકાઃ માં આનંદ યોગીની (ચેતનાબેન)ધ્યાનોત્સવમાં સહભાગીતા માટે નામ નોંધણી કરાવવી અત્યંત જરૂરી
રાજકોટઃ શહેરના હૃદયસમા કિશાનપરા ચોકમાં આવેલ ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે તા. ર૮ ને સોમવારે- શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાંજે પ થી ૮:૩૦ દરમ્યાન સ્વામિ પ્રેમ મુસાફિરે (વિજયભાઇ ભુવા) ઓશો ધ્યાનોત્સવનું આયોજન કરેલ છે. જેનું સંચાલન માં આનંદ યોગિની (ચેતનાબેન) કરવાના છે. ધ્યાનોત્સવના કાર્યક્રમ દરમ્યાન માં ધ્યાન યોગીનીના સાનિધ્યમાં ૐકાર, શિવતાંડવ ધ્યાન, ઓશો સંધ્યા ધ્યાન તથા શિવપરનું ઓશો પ્રવચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદ (ફરાળી) રાખેલ છે.
ઓશોનો મુખ્ય સંદેશ પ્રેમ, ધ્યાન, મૌન, આનંદ અને ઉત્સવ છે આ સમગ્ર જીવન પરમાત્મા તરફથી મળેલ સુંદર ભેટ છે. તેથી જીવનમાં ત્યાગ નહી પરંતુ જીવનમાં જે કાંઇ ઘટના ઘટિત થાય છે તેના આનંદમાં સોંર્ધ્યમાં સતત સજાગ રહીને ઉત્સવ મનાવતા જીવન જીવવું એ સન્યાસનો મુખ્ય ઉદેશ્ય છે.
ઉપરોકત આોશો ધ્યાનોત્સવમાં સહભાગી થવા ઓશો સન્યાસી પ્રેમીઓને સહભાગી થવા માટે સ્વામિ પ્રેમ મુસાફિરે અનુરોધ કરેલ છે. સ્થળઃ ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર કિશાનપરા ચોક, રાજુભાઇ ફુલવાળાની બાજુમાં, એ.જી. ઓફિસ પાછળ, રાજકોટ વિશેષ માહિતી તથા કાર્યક્રમમાં સહભાગીતા માટે એસએમએસ કરવા માટે સ્વામિ સત્ય પ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સ્વામિ પ્રેમ મુસાફિર : ૯૩૨૮૫ ૨૦૫૯૩, સંજીવ રાઠોડ :૯૮૨૪૮ ૮૬૦૭૦
(11:03 AM IST)










