<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

પોરબંદર કુતિયાણા તથા ફોદાળા જળાશય ઉપર ઝરમર વરસાદ

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૬ : પોરબંદર કુતિયાણા તથા ફોદાળા જળાશય ઉપર ઝરમર વરસાદ વરસી ગયો હતો. જિલ્લામાં ધાબડીયુ વાતાવરણ અને અસહ્ય બફારો છે. જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૧ મી.મી. કુતિયાણામાં ર મી.મી. તથા ફોદાળા જળાશય ઉપર ૧૦ મી.મી. નોંધાયો છે.

ઉપરવાસથી ઝરણાની આવકથી ફોદારા જળાશયમાં ૯ ઇંચ નવુ પાણી આવ્‍યું છે. ગુરૂતમ ઉષ્‍ણાતામાન ર૭.૮ સે.ગ્રે., લઘુતમ ઉષ્‍ણાતામાન રપ.૮ સે.ગ્રે. ભેજ ૮૧ ટકા, હવાનું દબાણ ૧૦૦૪.૪ એચ.પી.એ., સુર્યોદય ૬.રર, સુર્યાસ્‍ત ૭.૩પ મીનીટે.

(1:58 PM IST)