<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: ૨૭ જિલ્લાઓમાં ૩૦ જુલાઈ સુધી સતર્કતા

રાજકોટ: હવામાન વિભાગે ગુજરાતના ૨૭થી વધુ જિલ્લાઓમાં ૩૦ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. આજે શનિવારે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

રાજકોટમાં આજે સાંજે ૫.૪૫ વાગ્યે છેલ્લી ૪૫ મિનિટ એકધારો વરસાદ પડ્યા પછી હવે વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આકાશમાં વાદળો જોરદાર સાથે છવાયેલા રહ્યા છે. 

દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા જણાવાયું છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, જેના લીધે લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.

(6:18 PM IST)