<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

ગાંધીનગરમાં હિટ એન્‍ડ રનમાં ગોંડલના નિતીનભાઇ વસાનું મૃત્‍યુ થતા અરેરાટી

દોઢ મહિના પહેલા જ ગાંધીનગર રહેવા ગયા હતા

ગોંડલ : તસ્‍વીરમાં મૃતક નિતીનભાઇનો ફાઇલ ફોટો તથા તેના પરિવારજનો નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

ગોંડલ તા. ર૬ :.. મુળ ગોંડલના નિતીનભાઇ વસાનું ગઇકાલે ગાંધીનગરમાં હિટ એન્‍ડ રનની ઘટનામાં મૃત્‍યુ થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મુળ ગોંડલનાં અને દોઢ મહિના પહેલા જ ગાંધીનગર રહેવા ગયેલા નિતીનભાઇ વસા ગાંધીનગરમાં પસાર થઇ રહયા હતા ત્‍યારે કાર ચાલકે હડફેટે લેતા તેઓનું મૃત્‍યુ થયુ છે. આ બનાવથી ગોંડલમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મુળ પાટણવાવ નિવાસી હાલ ગોંડલ - ગાંધીનગરના સ્‍વ.પ્રતાપરાય ભાઈચંદભાઈ વસા તથા સ્‍વ.જયા બેનના  સુપુત્ર નિતિનભાઈ (ઉ.વ.૬૩)  કીરણબેન ના  ર્ંપર્તિં તથા રાજુ ભાઈ વસા (મસ્‍કત), દીલીપ ભાઈ વસા (રાજકોટ), કલ્‍પનાબેન વીનોદરાય મહેતા, મીનાક્ષીબેન કલ્‍પકભાઈ મહેતા, મનીષાબેન ગીરીશભાઈ શાહનાભાઈ, તથા  ચૈતાલી અંકીતકુમાર બાટવીયા, જીનલ દર્શનકુમાર કાવઠીયા  તથા પાર્થના પિતાશ્રી તથા તે સ્‍વ.ચીમનભાઈ પ્રભુદાસ ભાઈ ધોળકીયા ના જમાઈ સૌને વિલાપ કરતા છોડી ગયા છે. આજે બપોરે  સ્‍વ.પ્રતાપરાય ભાઈચંદભાઈ વસા ‘સિધ્‍ધાર્થ' ર,ભોજરાજ પરા, પીરની આંબલી પાસે,  ગોંડલ થી અંતિમ યાત્રા નીકળી હતી.  દીલીપ ભાઈ વસા (દીપુભાઈ), મો. ૯૪૨૬૯ ૦૬૬૬૦ બીરેન ભાઈ : ૯૯૦૯૩ ૦૯૪૧૦, દેવાંગભાઈ :  ૯૪૨૯૪ ૩૧૪૬૫

(12:14 PM IST)