<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

નિર્માતા, દિગ્દર્શક રાજેશ સગપરીયા પટેલનો કાલે જન્મદિવસ

રાજકોટઃ પત્રકાર, નિર્માતા, દિગ્દર્શક રાજેશ ભીખાભાઇ સગપરીયાનો (તા. ૨૭ - જુલાઈના જન્મદિવસ છે, ૧૯૭૦માં જન્મેલા રાજેશભાઈ ૧૯૮૫ થી જ અનેક વિવિધ સેવાકીય, સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે જોડાઈને સાંસ્કૃતિક, અને સેવાકીય કાર્ય કરી રહ્યા છે, ૧૯૯૫ થી ચાંદની ન્યૂઝ થી પત્રકારીતાની શરૃઆત કરી આજતક, આઈ.બી.એન -૭, સ્ટાર ન્યૂઝ, ડી.ડી. ન્યૂઝ (દૂરદર્શન), આખોદેખી, ઈ.ટીવી ક્રાઇમ ડાયરી, જૈન ટીવી, અને ટાઈમ્સ નાઉ જેવી નેશનલ ચેનલમાં કામ કરી ચુક્યા છે. ૧૯૮૫ થી  એ-વન સોશિયલ ગ્રુપ,લિઓ કલબ, સાગર યુથ કલબ, જય સરદાર ગ્રુપ, યંગસ્ટર ગ્રુપ, લાઈફ ગ્રુપ, ઝાંઝર ગ્રુપ, કલામંદિર, વિશ્વ ગુજરી, તથા નાટ્યક્ષેત્રે ઉત્સવ ગ્રુપ સાથે જોડાઈને અનેક વિવિધ  સામાજિક સેવાકીય પ્રવુતિઓ કરી રહ્યા છે, આકાર ફિલ્મસના બેનર તળે ટેલી ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડ ફિલ્મ તેમજ ગુજરાતી હિન્દી અનેક વિડિઓ આલ્બમનું નિર્માણ અને દિગ્દર્શન કરેલ છે, તેમની ગુજસ્ટાર યુ-ટ્યુબ ચેનલમાં વિવિધ ધાર્મિક અને મનોરંજક કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે. (મો. ૯૩૭૪૧ ૧૮૧૧૪)

(12:32 PM IST)