<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાધનપુર ખાતેથી એકટીવેટેડ 1001 સીમકાર્ડ કબ્જે કર્યા :ફરાર આરોપીને બચાવવા માટે કરાતો ઉપયોગ

ગુજસીટોક કાયદા હેઠળના ગુનામાં નાસતા ફરતા ધીરેન કારીયાને પોલીસ પકડથી દૂર રાખવા તેના પત્ની તથા પુત્ર દ્વારા બોગસ સીમકાર્ડનો ઉપયોગ

જૂનાગઢ: ગુજસીટોક કાયદા હેઠળના ગુનામાં નાસતા ફરતા ધીરેન કારીયાને પોલીસ પકડથી દૂર રાખવા તેના પત્ની તથા પુત્ર દ્વારા બોગસ સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા. જે બાબતે વધુ તપાસમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાધનપુર ખાતેથી એકટીવેટેડ 1001 બહારના રાજ્યના સીમકાર્ડ કબ્જે લઈ તમામ ઇસમો વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના PI જે.જે.પટેલની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા તપાસ ચલાવી રહી હતી. જે દરમિયાન આરોપી પરમના મોબાઈલ ફોનમાં સીમકાર્ડ બાબતેની માહીતી મળી આવી હતી. જે આધારે તપાસ ક૨તા આરોપી પ૨મ કારીયાના કુટુંબી મામા સંદીપ ઉર્ફે બંટી (રહે. વડોદરા વાળા) મારફતે બહા૨ના રાજ્યના ત્રણ સીમકાર્ડ ધરમ ઉર્ફે ધવલ વૃંદાવનભાઈ રતીલાલ મીઠીયા (રહે. જુનાગઢ વાળા)ને મોકલ્યા હતા. જે ત્રણેય સીમકાર્ડ કબ્જે કરી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશને જાણવા જોગ રજિસ્ટર કરાવી આગળની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચલાવી હતી.

જે દ૨મિયાન ગુજસીટોક ગુન્હામાં નાસતા ફરતા આરોપી ધીરેન કારીયાને પોલીસ પકડથી દૂર રાખવા તેના પત્ની નિશાબેન ધીરેન કારીયા તથા તેના પુત્ર પ૨મ ધીરેન કારીયાએ બીજા રાજ્યના ઠગાઈથી મેળવેલા સીમકાર્ડ તેના કુટુંબી ભાઈ સંદિપ ઉર્ફે બંટી (૨હે.વડોદરા વાળા) મારફતે આરોપી ભ૨ત શંક૨ભાઈ પ૨મા૨ (૨હે. અમીપુરા ગામ તા.રાધનપુર વાળા) પાસેથી મેળવ્યા હતા અને કુલ-6 સીમકાર્ડ પૈકી એક સીમકાર્ડ નીશાબેન ધીરેન કારીયાએ પોતાના મોબાઇલમાં કે જે તેના કુંટુંબી ભાઈ સંદિપ ઉર્ફે બંટી જર્ગાદેશભાઈ અઢીયા પાસેથી મંગાવેલ આઇફોનમાં ઉપયોગ કર્યો હતો. તેમજ બે સીમકાર્ડ પરમને આપ્યા હતા. જે પ૨મએ તેના સાથીદા૨ ધવલને સાચવવા આપ્યા હતા. તેમજ નીશાએ મેળવેલા સીમકાર્ડના નંબરથી ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપી ધિરેન કારીયાનાએ વોટસએપ નંબર ચાલુ કર્યો હતો. તેમજ ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ ક૨વા મદદ કર્યા હતા. આ સિવાય આરોપી ભરત પરમાર પાસેથી કુલ-1001 એકટીવેટેડ સીમકાર્ડ કબ્જે કરવામાં આવ્યા હતા. તે તમામ આરોપીઓ વિરુધ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(2), 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ - 2000ની કલમ 66(સી), તથા ધી ટેલીકોમ્યુનિકેશન એક્ટ - 2023ની કલમ 42(3) સી મુજબ ગુનો નોંધ્યો હતો. હાલ આગળની વધુ તપાસ એસ.ઓ.જીને સોંપવામાં આવી છે. તેમજ વધુ બોગસ સીમકાર્ડનો રાજયવ્યાપી રેકેટ ઝડપાઈ શકે તેવી શક્યતા રહી છે

અટકાયત કરેલ આરોપીના નામ:
(1) ભરતભાઈ શંકરભાઈ પરમાર (ઉવ.38, રહે.અમીપુરા, તા.રાધનપુર જી.પાટણ)
(2) પરમ ધીરેન કારીયા (રહે. જૂનાગઢ રાયજીબાગ નોબલ પ્લેટીનીયમ એપાર્ટમેન્ટ બ્લોક નં. 802, 803)

અટકાયત કરવાના બાકી આરોપીના નામ:
(1) ભરથ અંબુલા (રહે. વિજયવાડા આંધ્રપ્રદેશ)
(2) ચંદનકુમાર મોહનંતી (રહે. ઓડીશા રાજ્ય)
(3) સંદિપ ઉર્ફે બંટી જગદિશભાઈ અઢીયા લોહાણા (ઉ.વ. 43, ધંધો. મોબાઈલ લે-વેચનો, રહે. બ્લોક નં.એ-202, બાલાજી પ્લેટીના એપાર્ટમેન્ટ, ગુરુકુળ ચાર રસ્તા, વાઘોડીયા રોડ, વડોદરા)
(4) નિશાબેન ધીરેન કારીયા (રહે.જુનાગઢ રાયજીબાગ નોબલ પ્લેટીનીયમ એપાર્ટમેન્ટ બ્લોક નં. 802, 803)

(10:57 PM IST)