તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
આપણી ભાવના ભગવાન સાથે જોડાય તો તે ભક્તિ બનેઃ પૂ.ગુરુમા
પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી દ્વારા પૂ.ગુરુમા સમાનંદ સરસ્વતીજીનું સન્માનઃ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે દરરોજ સાંજે ૪:૩૦ વાગ્યાથી શરૂ થયેલ ‘મહિમા મહાદેવ' પ્રવચનમાળાનો ભાવિકોને લાભ લેવા અપિલ

રાજકોટઃ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર,ફર્ન સત્વ રીસોર્ટ્સ તથા કોટેચા પરિવાર દ્વારા આયોજિત પાંચ દીવસ ની પ્રવચન શ્રુંખલા મહિમા મહાદેવનો આજે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે ખુબ જ ભાવ અને ભક્તિ મય વાતાવરણ વચ્ચે શરૂ થઈ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે પ્રબુદ્ધ શ્રોતાગણે સમયસર પહોંચી ને પોતાની બેઠક લઈ લીધી હતી. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય થી કરવામાં આવી. પ્રવચન માળાનું ઉદઘાટન પરમ પૂજય પરમાત્માનંદ સરસ્વતીજી એ કર્યું. ત્યારબાદ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર પરિવાર દ્વારા ઉદઘાટક પરમ પૂજય પરમાત્માનંદ સરસ્વતીજીનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું.
કોટેચા પરિવાર દ્વારા પરમ પૂજય ગુરુમા સમાનંદ સરસ્વતીજી નું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ જયદેવ શાહ દ્વારા કરવામાં આવ્યું.
પ્રવચન માળાના ઉદઘાટક પરમ પૂજય પરમાત્માનંદ સરસ્વતીજી એ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ માં ભગવાન શિવજીને એટલી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ! મને સાચી સમજણ અને દિ્ષ્ટ આપજો અને મારી મતિ શુધ્ધ રાખજો. મહિમા મહાદેવનો પ્રવચન માળાના પ્રવક્તા પરમ પૂજય.સમાનંદ સરસ્વતીજી નું સન્માન કરતા જણાવ્યું કે ગુરુમા શીવજી ની જેમ સમદર્શી છે. એકદમ સરળ અને સૌમ્ય છે. તેમણે વેદ ઉપનિષદ અને ભગવત ગીતા નો ખુબ જ ઉંડો અભ્યાસ કર્યો છે. અને શાષાો વીશે ખુબજ સમજ ધરાવે છે.
આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. વ્યાસ પીઠ પર બીરાજી પુ. ગુરુમા સમાનંદ સરસ્વતીજી એ ભગવાન શિવજીનો મહિમા સમજાવતા કહ્યું કે શિવમહિમ્ન સ્તોત્રની રચના શીવજીના પરમ ભક્ત ગંધર્વ રાજ પુષ્પદંતજીએ કેવી રીતે કરી હતી. એમણે સમજાવ્યું હતું કે આપણી ભાવના ભગવાન સાથે જોડાય તો તે ભક્તિ બને, ભક્તિ વધે તેમ જીવનમાં સાત્વિકતા શાંતિ અને સુખ વધે.
ભગવાન શિવજીની મહિમાનું ગાન કરવું એ તોતડી બોલી જેવું છે. જેમ બાળક નાનું હોય ત્યારે તોતડી બોલી બોલે છતાં માતા પિતા એની વાત સમજી જાય અને રાજી થાય એવી રીતે આપણે ભગવાન શિવજીની મહીમાનું ગાન આપણી સમજણ મુજબ કરીએ તો પણ મહાદેવ એ સમજી જાય છે અને આપણા પર કળપા વરસાવે છે.
પ્રવચન માળા ના પહેલા દિવસે શહેરના શ્રેષ્ઠીઓ એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રવચન સાંભળવાનો લાભ લીધો હતો.
સ્વામી અનુભવાનંદજી, મેહુલભાઈ આચાર્ય (સંસ્કળતિ આર્ય ગુરુકુલ), ઈન્કમટેકસ કમિશનર શ્રી સંજયકુમાર, લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારુ, હરેશભાઈ લાખાણી, કીયા મોટર્સના ઉમેશભાઈ નંદાણી, મીત બિલ્ડર્સના શ્રી ભરતભાઈ પટેલ તથા જાણીતા ધારાશાષાી શ્રી તુષાર ગોકાણી સહિત અનેક મહાનુભાવો એ કથા શ્રવણ કર્યું હતું.
આ પ્રવચનમાળાનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં અપાયું છે.
(3:44 PM IST)










