તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Saturday, 26th July 2025
હોસ્પિટલોમાં વપરાતી દવાઓ, પ્રોસ્થેટિક્સ, ઇમ્પ્લાન્ટ્સ, સ્ટેન્ટ્સ ટેક્સને પાત્ર
VATના કાયદા હેઠળની ટેક્સ ડિમાન્ડને પડકારતી ખાનગી હોસ્પિટલોની અરજીઓ રદ કરતો સિમાચિホરૂપ ચુકાદો -: આ સામગ્રીઓ પર લેવાતા ટેક્સને હાઇકોર્ટે કાયદેસર અને યોગ્ય ઠરાવ્યો છે :સ્ટલિઁગ, બેંકર્સ કાર્ડિયોલોજી, શેલ્બી, CIMS અને વોકાર્ડ સહિતની અગ્રણી હોસ્પિટલોએ કરેલી વિવિધ અરજીઓ હાઇકોર્ટે રદ કરીઃ હોસ્પીટલોને ફટકો

અમદાવાદ તા.૨૬: ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ(VAT) એક્ટ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિવિધ હોસ્પિટલો જોડે કાઢવામાં આવેલી ટેક્સની ડિમાન્ડને પડકારતી રાજ્યની વિવિધ હોસ્પિટલોની અરજીઓને ફગાવી કાઢતાં હાઇકોર્ટની ખંડપીઠે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
જસ્ટિસ બી.ડી. કારિયા અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે શુક્રવારે આપેલા ચુકાદામાં ઇન્ડોર દર્દીઓને સારવારમાં વપરાતી સામગ્રીઓ જેમ કે દવાઓ, પ્રોસ્થેટિક્સ, ઇમ્પ્લાન્ટ્સ, સ્ટેન્ટ્સના વેચાણ પર રાજ્ય સરકારની વેટ(વેલ્યુ એડેડ ટેક્સ) લેવાની સત્તાને બહાલી આપતાં યથાવત રાખી છે. આ સામગ્રીઓ પર લેવાતા ટેક્સને હાઇકોર્ટે કાયદેસર અને યોગ્ય ઠરાવ્યો છે. આ સાથે જ રાજ્ય સરકારને પ્રસ્તુત કેસમાં મોટી રાહત મળી છે, જ્યારે કે બીજી તરફ હોસ્પિટલોને મોટો ઝાટકો પડ્યો છે. રાજ્ય સરકારે કાઢેલી ટેક્સની ડિમાન્ડ મુજબ હોસ્પિટલોને ૧૨૦૦ કરોડના ટેક્સનો બોજો આવી શકે છે.
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં હોસ્પિટલો દ્વારા દર્દીઓને સારવાર દરમિયાન દવાઓ, પ્રોસ્થેટિક્સ, ઇમ્પ્લાન્ટ્સ, સ્ટેન્ટ્સના વેચાણ પર વેટ લેવાનું યથાવત રાખ્યું છે. ખાનગી આરોગ્ય સંભાળ ક્ષેત્રને અસર કરતા આ ચુકાદામાં હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલો દ્વારા તેમના ઇન્ડોર દર્દીઓને પૂરી પાડવામાં આવતી દવાઓ, ઇમ્પ્લાન્ટ્સ, -ોસ્થેટિક્સ, સ્ટેન્ટ્સ અને અન્ય ઉપભોગ્ય વસ્તુઓના વેચાણ પર ટેક્સ વસૂલવામાં રાજ્યની VAT(હાલ SGST) આથોરિટીની કાર્યવાહીને યોગ્ય ઠરાવી છે.
ર્સ્ટલિંગ, બેંકર્સ કાર્ડિયોલોજી, શેલ્બી, CIMS અને વોકાર્ડ સહિતની અગ્રણી હોસ્પિટલોએ ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ, ૨૦૦૩ હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરાયેલી ટેક્સની માંગણીઓને હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરીને વર્ષ ૨૦૧૧માં પડકારી હતી. જેમાં હોસ્પિટલો તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે ઇન્ડોર દર્દીઓને આપવામાં આવતી આરોગ્યસંભાળ સેવાઓ એક સંયુક્ત તબીબી સેવા છે અને કરવેરાના હેતુ માટે તેને ‘વેચાણ' તરીકે વર્ગીકળત કરી શકાતી નથી. આ અરજીનો રાજ્ય સરકાર તરફથી સૈદ્ધાંતિક વિરોધ કરવામાં આવ્યો હતો અને એવી દલીલ કરવામાં આવી હતી કે બંધારણના ૪૬મા સુધારા બાદ, ખાનગી હોસ્પિટલો દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સંભાળ સેવાઓ ગુજરાત વેટ કાયદાની કલમ ૨(૨૩) સાથે, બંધારણની કલમ ૩૬૬(29A) હેઠળ વ્યાખ્યાયિત ‘વર્ક્સ કોન્ટ્રાક્ટ' ના દાયરામાં આવે છે. રાજ્ય સરકારની એવી દલીલ પણ હતી કે આ ટેક્સ સમગ્ર તબીબી સેવા પર નહીં, પરંતુ સારવાર દરમિયાન સંકળાયેલા માલના ટ્રાન્સફર પર જ વસૂલાઈ રહ્યો છે.
બંને પક્ષોની દલીલો અને રજૂઆત તથા કાયદાની જોગવાઇઓનું મૂલ્યાંકન કરતાં જસ્ટિસ બી.ડી. કારિયા અને જસ્ટિસ ડી.એન. રેની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને ચુકાદામાં નોંધ્યું હતું કે ૪૬મા બંધારણીય સુધારા પછી ઇન્ડોર દર્દીઓને આરોગ્યસંભાળ સેવાઓ સહિત તમામ સંયુક્ત કરારોને ‘વર્ક્સ કોન્ટ્રાક્ટ' તરીકે ગણી શકાય. પરિણામે, આવી સેવાઓમાં સમાવિષ્ટ સામગ્રીના ટ્રાન્સફર પરનો ટેક્સ વાજબી, માન્ય અને યોગ્ય છે.
આ ચુકાદાથી VAT વિભાગને ખાનગી હોસ્પિટલો પાસેથી તેમના દર્દીઓને સારવાર દરમિયાન પૂરી પાડવામાં આવતી વસ્તુઓ અને તબીબી સામગ્રી જેવી કે દવાઓ, પ્રોસ્થેટિક્સ, ઇમ્પ્લાન્ટ્સ, સ્ટેન્ટ વગેરેના વેચાણ મૂલ્ય પર બાકી રકમ વસૂલવાનો માર્ગ મોકળો થાય છે. તે ઉપરાંત વેટના કાયદા હેઠળ મેડિકલ સર્વિસિસની કરપાત્રતાને સ્પષ્ટ કરતો આ સિમાચિホ રૂપ ચુકાદો છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
