News of Saturday, 26th July 2025
આટકોટમાં મહાદેવનાં મંદીરમાં પુજન-અર્ચન

આટકોટઃ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભકતો મહાદેવની પુજા અર્ચના કરવામાં ઉમટી પડ્યા હતા. મહાદેવની આરતી શણગાર દીપમાળાનાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સવારથી ઓમ નમઃ શિવાય નાદ સાથે દાદાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. આટકોટના ભાદર નદી કિનારે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સવારથી મહાદેવની આરતી સત્સંગનું આયોજન કર્યું હતું તેમજ મહંત વિજયનાથ બાપુએ જણાવ્યું હતું કે આખો શ્રાવણ મહિનો દાદાના દર્શન કરવા ભકતો ઉમટી પડશે સવાર બપોર સાંજ આરતી દીપમાળા દાદાનો શણગાર કરવામાં આવશે વર્ષો પુરાણું આ મંદીર આવેલ છે આજે દાદાના દર્શન કરવા ભક્તજનો ઉમટી પડ્યા હતા બીલીપત્ર ફુલ અર્પણ કર્યા હતા.(તસવીર- અહેવાલઃ કરશન બામટા, આટકોટ
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
