<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

હરીપર ગામે ધાર્મિક માહોલ: રામદેવપીરના નેજા સાથે નવનિયુક્ત સરપંચનું અભિવાદન

રામદેવપીરના નેજા ચડાવવાના શુભ પ્રસંગે ગામમાં ભક્તિમય માહોલ છવાયો

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ:ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં પવિત્ર શ્રાવણ માસના શનિવારે રામદેવપીરના નેજા ચડાવવાનું ભવ્ય આયોજન સંપન્ન થયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સમસ્ત ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બપોરે ભોજન પ્રસાદનો ધર્મ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન હરીપર ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ રામજીભાઈ પોપટભાઈ મુંગરા દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સ્થળ પટેલ સમાજ વાડી, હરીપર ખાતે રાખવામાં આવ્યું હતું, રામદેવપીરના નેજા ચડાવવાના શુભ પ્રસંગે ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો.
આ પ્રસંગે, હરીપરના નવનિયુક્ત સરપંચ રામજીભાઈ મુંગરાનું સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ બિન હરીફ સંરપચ  બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને ગામના વિકાસ માટે શુભેચ્છાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં અને રામજીભાઈ મુંગરાને અભિનંદન પાઠવવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઇ ભંડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઈ મુંગરા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડી.ડી જીવાણી, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ કોટેચા, જામનગર જિલ્લા કારોબારીના અધ્યક્ષ પત્તી મનસુખભાઈ ચભાડીયા, પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા, પૂર્વ પ્રમુખ નવલભાઈ મુંગરા, ધ્રોલ નગરપાલિકા કારોબારી સમિતિ ચેરમેન સુરેશભાઈ ગોસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ પતિ રાવતભાઈ શીયાર, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર રસીકભાઈ ભંડેરી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભીમજીભાઈ મકવાણા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિરમભાઈ વરુ, બ્રિજરાજસિંહ જાડેજા, ભરતભાઈ દલસાણીયા હિતેશભાઈ ચનિયારા, શહેર મહામંત્રી ઋતુલ ગડારા, યુવા મોરચા પ્રમુખ ચંદ્રેશ ભંડેરી, ચંપકલાલ, અરવિંદભાઈ હિન્સુ તાલુકા તથા શહેર ભાજપના કાર્યકરો અલગ અલગ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ અગ્રણી નેતાઓએ પણ નવનિયુક્ત સરપંચને શુભકામનાઓ પાઠવી હતી અને ગ્રામજનો સાથે ધાર્મિક પ્રસંગમાં સહભાગી થયા હતા.

(11:38 PM IST)