તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
દેડિયાપાડામાં ટ્રક અને એસટી બસના બે ગંભીર અકસ્માત માં 10 થી વધુ લોકોને ઇજા
બંને અકસ્માતમાં બે ટ્રક એ અકસ્માત કરતા બે એસટી બસો માં બેઠેલા મુસાફરો સહિતનાઓને ઇજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા બોમ્બે કંપની અને દેવીપાડા ગામની વચ્ચે રોડ ઉપર થયેલા બે અલગ અલગ અકસ્માતમાં દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવાયા હતા
મળતી માહિતી અનુસાર પ્રથમ અકસ્માતમાં નવગણભાઇ ગંગારામ ઠાકોર (ઉ.વ.૪૫ ) ધંધો.ડ્રાઇવીંગ ( રહે. મોરબી સોમેશ્વર રોડ કુબેરા ટોકીઝની બાજુમાં તા.જી.મોરબી )નાઓ અશોક લેયલેન્ડ કંપનીની ટ્રક ન.GJ-18-AV-9729 ની લઈ ને જતા હતા તે દરમ્યાન બોમ્બે કંપની અને દેવીપાડા ગામની વચ્ચે રોડ ઉપર આવેલ કોતરના પુલ પાસે સામેથી લાલ કલરની બસ ન, MH-20-BL-4024ના ચાલકે પોતાના કબ્જાની બસ પુરઝડપે હંકારી લાવી તેમની ટ્રકને સામેથી ટકકર મારી દેતા ટ્રકનુ બોનેટ તથા કાચ તુટી ગયેલ અને તેમને ડાબા ઇજાઓ કરી તેમજ બસ ચાલક ને પણ શરીરે ઇજાઓ પહોંચાડી તેમજ બસની અંદર બેસેલ બીજા આઠથી દસેક જેટલા પેસેન્જરોને પણ ઇજાઓ પહોંચાડી ગુનો કર્યો
જ્યારે બીજા અકસ્માત માં મનિષાબેન ભાવેશભાઇ પ્રજાપતિ,( મુળ રહે.B/3 ચિત્રકુટ ચોસાયટી, પીડી.પંડયા. કોલેજ, વટવા અમદાવાદ હાલ રહેગજાનંદ સોસાયટી., ચોટાનાકા અંકલેશ્વર સિટી જીભરૂચ.) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ ટ્રક નંબર.GJ-18-AV-9729 ના ચાલક એ પોતાના કબ્જાની ટૂંક નંબર. GJ-18-AV-9729 ને રોડની વચોવચ અકસ્માત થાય તે રીતે ઉભી રાખી તેમજ કોઇ સાઇન બોર્ડ કે રિફ્લેકટર કે આડાસ કર્યા વગર તેમજ પાર્કીંગ લાઇટ ચાલુ કર્યા વગર આવતા જતા વાહન ચાલકોને અડચણ થાય તે રીતે ઉભી રાખી બસ નંબર GJ-18-2-8052ની સાથે એક્સીડન્ટ થતા મનીષાબેન ને ઇજાઓ કરી તેમજ બસ ચાલકને ડાબા પગે ઘુંટણના ભાગે ઇજાઓ પહોંચાડી ફેકચર કરી તથા બસની અંદર બેસેલ પેસેન્જરોને નાની મોટી ઇજાઓ કરી ગુનો કરતા ઉપરોક્ત બંને અકસ્માત માં દસ થી વધુ લોકો ને ઇજાઓ થતા દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
