<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

વર્ગ-૪ માં પ૩ર સફાઇ કામદારોની ભરતી નિયમ અનુસાર કરોઃ ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ

માત્ર વારસદારો માટે જ નહિ પણ ઓપન ભરતી કરો, અટકાવેલા રાજીનામા મંજુર કરો, કર્મચારીઓનો પગાર વધારો કરો

રાજકોટઃ દિવસે દિવસે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારી નોકરીની તકો ખુબ મયાર્દિત થઇ ગઇ છે. ત્‍યારે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ-૪ માં પ૩ર જેટલી સફાઇ કામદારોની નવી ભરતી કરવાની મંજુરી આપવામાં આવી છે. તે બદલ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સાસન-પ્રશાસનનો ચોથો વર્ગ કર્મચારી એકતા મંડળ આભાર માને છે. સાથે-સાથે મંડળના કાર્યકારી પ્રમુખ માવજીભાઇ રાખશીયા, ઉપપ્રમુખ પી.બી. સોલંકી અને અરવિભાઇ જાદવે આ મુજબની માંગણી મ્‍યુ. કમિશ્‍નર સમક્ષ કરી છે

૧. રાજકોટ મહાનગરપાલિકાની તા. ૧૭/૩/ર૦ર૪ ની સામાન્‍ય સભા દ્વારા ઠરાવ-મંજુર કરવામાં આવેલ છે કે રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે જેમના દાદા-દાદી અને માતા-પિતાએ નોકરી કરી હોય તેમના વારસદારોની જ ભરતી કરવામાં આવશે, જે ઠરાવ ભારતીય સંવિધાનમાં નાગરિકોને આપેલ અધિકાર વિરૂદ્ધનો ઠરાવ છે. જે રદ્દ કરવામાં આવે અને આ પ૩ર ની ભરતીમાં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં જે લોકો કોન્‍ટ્રાકટ બેજ ઉપર નોકરી કરી રહ્યા છે. પ્રથમ પ્રાયોરીટી આ લોકોને આપવામાં આવે. (ર) સફાઇ કામદાર તરીકે તેમજ અન્‍ય વિભાગ કોન્‍ટ્રાકટમાં કામ કરતા કર્મચારીઓને ખુબ ઓછુ વેતન મળતું હોય છે. તેવામાં આ કર્મચારીઓને તેમના ઘરથી દૂરના વિસ્‍તારમાં કામ સોંપવામાં આવે છે, ટુકા પગારમાં ઘરનું રાશન, બાળકોનું શિક્ષણ વગેરેમાં પુરૂ ન થતુ હોય એવામાં ઘરથી દુર નોકરીના કારણે રીક્ષા ભાડુ, વાહન પેટ્રોલ ખર્ચ પોસાતુ હોતુ નથી, માટે કોન્‍ટ્રાકટ ઉપર કામ કરતા કર્મચારીઓને તેમના ઘરથી નજીકમાં કામ સોપવામાં આવે અને આ પ્રેકટીકલ શકય છે.(૩)વર્ગ-૪ માં જે લોકોનાં રાજીનામા અટકાવવામાં આવેલ છે તે મંજુર કરવામાં આવે,(૪)  જીવનના જોખમે નજીવા પગાર સાથે રાજકોટને સ્‍વચ્‍છ રાખતા સફાઇ કામદારોને દર ત્રણ મહિને હેલ્‍થ ચેકઅપ કરવુ અને દવાઓ ફ્રીમાં આપવી, (પ) કોન્‍ટ્રાકટમાં કામ કરતા કર્મચારીઆોે પગાર વધારવામાં આવે તેમ રજુઆતના અંતમાં  માવજીભાઇ રાખશીયા, પી.બી. સોલંકી  અને અરવિંદભાઇ જાદવે જણાવ્‍યું છે.(તસ્‍વીરઃ અભિજીત  બગથરીયા) (

(3:10 PM IST)