તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
હરિયાણાથી કારના ચોરખાનામાં સ્કોચ-વ્હીસ્કી છુપાવી રાજકોટ આવેલા કચ્છના બે પકડાયા
ક્રાઇમ બ્રાંચના અર્જુનભાઇ ડવ, ગોપાલભાઇ પાટીલ, પ્રશાંતભાઇ ચુડાસમાની બાતમીઃ પીએસઆઇ એ. એન. પરમારની ટીમની કુવાડવા પાસે કાર્યવાહી

રાજકોટ તા. ૨૬: કારના ચોરખાનાઓમાં સ્કોચ વ્હીસ્કીની બોટલો છુપાવી હરિયાણાથી રાજકોટ આવેલા કચ્છના બે શખ્સને ક્રાઇમ બ્રાંચે હેડકોન્સ. અર્જુનભાઇ ડવ, કોન્સ. ગોપાલભાઇ પાટીલ અને પ્રશાંતભાઇ ચુડાસમાની બાતમી પરથી કુવાડવા પાસે પકડી લઇ રૂા. ૫૫૬૦૦ની જોની વોકર રેડલેબલની ૧૮ બોટલ, બ્લેક એન્ડ વ્હાઇટની ૬૧૨૦૦ની ૧૮ બોટલ અને બ્લેક ડોગની ૧૮૦૦૦ની ૬ બોટલ કબ્જે કરી હતી.
તેમજ પાંચ લાખની કાર, મોબાઇલ ફોન મળી ૬,૪૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો ચંદ્રસિંહ ઉર્ફ રવિ જયંતિલાલ ચોૈહાણ (રહે. હાલ બાપુનગર ક્ષત્રીય સમાજની વાડી પાસે, ભચાઉ કચ્છ) તથા ઇકબાલ આમદશા સૈયદ (રહે. ૩૭૧-સેક્ટર-૪, શાહુનગર આધોઇ કચ્છ)ની ધરપકડ કરી હતી. આ બંનેએ સીટ નીચે અને પાછળ ડેકીમાં સ્પેરવ્હીલની જગ્યાએ ચોરખાના બનાવી દારૂની બોટલો છુપાવી હતી. હરિયાણાથી તેઓ રાજકોટ આવ્યાનું રટણ કર્યુ હતું. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમાર, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, મોહીલરાજસિંહ ગોહિલ, કોન્સ. ગોપાલભાઇ પાટીલ, પ્રશાંતભાઇ ચુડાસમા, મયુરધ્વજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(3:47 PM IST)










