<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

શિવજી સૌના દુઃખ દુર કરે, સુખ, શાંતી, સમૃધ્‍ધિ આપેઃ રામભાઇ મોકરીયા

રાજકોટ તા. ર૬: રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ શ્રાવણ મહિનાની સૌને શુભેચ્‍છા પાઠવી છે.

સંસદસભ્‍ય રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું છે કે, ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે એટલે આ મહિનામાં શિવપુરાણનું ખૂબ મહત્‍વ છે. શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનત કુમારને જણાવ્‍યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનાના મહત્‍વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ,ઈન્‍દ્રની હજાર આંખ અને શેષનાગની ૨૦૦૦ જીભની જરૂર છે. દેવીપાર્વતી, માર્કડેય મુનિ અને સમુદ્ર મંથન સાથે શ્રાવણ મહિનો જોડાયેલો છે. દેવી પાર્વતીએ યુવાવસ્‍થામાં શિવજીને પ્રસન્‍ન કરવા માટે કશું ખાધા કે પીધા વગર કઠોર વ્રત કરી અને તપસ્‍યા કરી હતી અને શિવજીને પ્રાપ્‍ત કર્યા. એ જ પ્રમાણે સમુદ્રમંથન દરમિયાન ભગવાન શિવજીએ હળાહળ ઝેર પોતે પી અને ઝેર ગળામાં રોકી રાખ્‍યું જેથી તે જેથી તે નીલકંઠ કહેવાયા   પવિત્ર શ્રાવણ મહિનામાં લોકોને શિવજીની પૂજા અર્ચના કરવાથી તેમની તમામ ઈચ્‍છાઓ પૂરી થાય છે શિવજી બધાના દુઃખ દૂર કરે છે. જેથી આ શ્રાવણ મહિનાનો શરૂ થતો પવિત્ર પ્રથમ દિવસથી આખો મહિનો સુખ શાંતિ અને સમળદ્ધિ આપે તેવી શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સંસદ સભ્‍ય રામભાઈ મોકરીયાએ તમામ  લોકોને શુભકામના પાઠવી છે.

(4:13 PM IST)