તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
ભરૂચના આમોદના આછોદ ગામની સીમમાં જુગારધામમાં પોલીસ દ્વારા ખેડૂત વેશમાં દરોડો :12 જેટલા પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા
PI રાજુ કરમટીયાની આગેવાનીમાં પોલીસની ટીમે ખેડૂતનો વેશ ધારણ કરીને ટ્રેક્ટર લઈને ખેતરમાં પહોંચી: 2.49 લાખનો મુદ્દામાલ કબજે

ભરૂચ :શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ શ્રાવણીયા જુગાર રમવાની ટેવ ધરાવતા જુગારીયાઓ ભેગા મળીને જુગાર રમતા થઈ ગયા છે. એવામાં આમોદના આછોદ ગામની સીમમાં ચાલતા જુગારધામમાં પોલીસે ખેડૂત વેશમાં દરોડો પાડીને 12 જેટલા પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે.
હકીકતમાં પોલીસને બાતમી મળી હતી કે, આછોદ ગામની સીમમાં આવેલા ઈબ્રાહીમ શબ્બીરના આંબાવાળા ખેતરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે PI રાજુ કરમટીયાની આગેવાનીમાં પોીસની ટીમે ખેડૂતનો વેશ ધારણ કરીને ટ્રેક્ટર લઈને ખેતરમાં પહોંચી હતી.
જ્યાં પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જો કે પોલીસે કાદવ-કીચડમાં પીછો કરીને પત્તા-પાનાથી હારજીતનો જુગાર રમતા 12 જેટલા ઈસમોને પકડી પાડીને તેમની પાસેથી 2.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તો તમામ જુગારીઓની અટકાયત કરીને તમામને ટ્રેક્ટરમાં બેસાડીને પોલીસ મથકે લવાયા છે.
પોલીસ પૂછપરછમાં આરોપીઓની ઓળખ ઈકબાલ અહેમદઅલી જેકા (બીરબલ), યાસીન શીકારી પટેલ, જાવીદ યાકુબ ભીખા, મુસા કાળા, યુસુફ રખડા, સકીલ દાજી પટેલ, હિફજુલ કાબીલ, બાજી કાપડીયા, આરીફ ઘરડા, દિલાવર વાડીવાલા, ફિરોઝ લખોટી અને સરફરાજ પટેલ તરીકે થઈ છે. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
