<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

સેરેનીટી ગાર્ડન લાફીંગ ક્‍લબ દ્વારા મુકેશ દોશીનું ‘કર્તવ્‍ય સન્‍માન'

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ સ્‍થિત સેરેનીટી ગાર્ડન ખાતે લાફીંગ ક્‍લબે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીનું ‘કર્તવ્‍ય સન્‍માન' કરી તેમના લોકહિતના કાર્યોને બિરદાવ્‍યા. આ પ્રસંગે સેરેનીટી ગાર્ડન ફ્‌લેટ હોલ્‍ડર્સ અને લાફીંગ ક્‍લબના સભ્‍યો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા. કાર્યક્રમનું આયોજન પી.આઈ. અશોકભાઈ ટીલવા, માનદ મંત્રી અશ્વિનભાઈ પટેલ અને ઉપ-મુખ ભાવિન્‍દુભાઈ યામેલાએ ભવ્‍ય રીતે કર્યું હતું. શ્રી મુકેશભાઈ દોશીએ સેરેનીટી ગાર્ડન વિસ્‍તારમાં નોંધપાત્ર યોગદાન આપ્‍યું છે, જેમાં સ્‍ટ્રીટ લાઈટનું વોલ્‍ટેજ વધારવું, સ્‍પીડ બ્રેકરની મરામત, કાલાવડ રોડથી પેરેડાઈઝ હોલ સુધીના રસ્‍તા પર વળક્ષારોપણ, ધૂળના ઢગલા દૂર કરી ડામર રોડ બનાવવો, પાણીની પાઈપલાઈન નાખવી અને કોર્પોરેશનના સફાઈ વેરાની રકમ સોસાયટીને પરત મેળવવા માટે ઠરાવ મંજૂર કરાવવો સામેલ છે. તેમના સરળ અને સેવાભાવી સ્‍વભાવની સરાહના કરતાં ક્‍લબે આ સન્‍માનનું આયોજન કર્યું. સેરેનીટી ગાર્ડન લાફીંગ ક્‍લબ ગત ત્રણ વર્ષથી સવારે ૬:૦૦ થી ૬:૪૫ દરમિયાન નિઃશુલ્‍ક લાફીંગ થેરાપી અને હોલ બોડી એક્‍સરસાઇઝનું આયોજન કરે છે. શ્રી ગાંગજીભાઈ સાદરીયા અને અશ્વિનભાઈ પટેલના નેતળત્‍વમાં ચાલતા આ ક્‍લબમાં રેસકોર્સ લાફીંગ ક્‍લબના શ્રી જયંતિભાઈ માંડવિયા અને ડો. લલીતભાઈની શીખ આધારિત કસરતો કરાવવામાં આવે છે. હાલ પુરુષો માટે શરૂ થયેલ આ ક્‍લબમાં ટૂંક સમયમાં મહિલાઓને પણ સામેલ કરવાની યોજના છે, જોકે હાલ મહિલાઓ ઇચ્‍છે તો જોડાઈ શકે છે. તાજેતરમાં ક્‍લબે ત્રણ સભ્‍યોના જન્‍મદિવસની ઉજવણી કાણકોટ રોડ પર ‘વન સ્‍પ્‍લેન્‍ડર વીકએન્‍ડ બંગલા' ખાતે એ.સી. ડાઇનિંગ હોલમાં જમણવારનું આયોજન કર્યું, જેમાં અશોકભાઈ ટીલવા, અશ્વિનભાઈ પટેલ અને ભાવિન્‍દુભાઈ ચાંગેલાએ સહયોગ આપેલ. આ પ્રસંગે પણ મુકેશભાઈ દોશીના યોગદાનની નોંધ લેવાઈ.

(9:34 AM IST)