<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

હરિઓમ ફોઝના લોન્‍ચિંગ અને ગુરૂદિક્ષા કાર્યક્રમ માટે આજે જુનાગઢમાં રાત્રે મિટીંગ

રક્ષાબંધનના દિવસે રાજકોટમાં પૂ. મુકતાનંદબાપુ, જયપ્રકાશ માઢક સહિતનાની ઉપસ્‍થિતીમાં આયોજન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. રપઃ આગામી તા. ૯ ઓગષ્‍ટને શનીવારના રોજ રાજકોટના અટલ બિહારી વાજપાઇ હોલ ખાતે બપોરે ર થી રાત્રે ૯ કલાક સુધી અખિલ ભારત સાધુ સમાજના અધ્‍યક્ષ અને શ્રી પંચઅગિન અખાડા ના સભાપતિ પૂ. મુકતાનંદબાપુના આશિવાર્દથી હરિઓમ ફોજની રચના કરવામાં આવનાર છે તેમજ ગુરૂદિક્ષાનું પણ આયોજન કરાયુ છે જેમાં જયપ્રકાશ માઢક સહિત રાજગોર સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

સૌરાષ્‍ટ્ર કચ્‍છ ગુજરાત અને ભારતભરમાં વસતા રાજગોર બ્રાહ્મણ, જ્ઞાતિ સમાજને મદદરૂપ અને સંપુર્ણ સેવા એકતા અને ભાઇચારાની ભાવનાથી આ ફોઝનું નિર્માણ થશે આ ફોજ સમગ્ર રાજગોર સમાજની રહેશે જેમાં કોઇ હોદા નહી પરંતુ સેવાને જ પ્રાધાન્‍ય આપવામાં આવશે અને સર્જનાત્‍મક અને સંગઠન મજબુત નાનામાં નાના ગામોથી લઇ મોટા શહેરોના યુવાનોને આ ફોઝમાં જોડવામાં આવશે.

હરી ઓમ ફોઝની રચનાને લઇ ને સૌરાષ્‍ટ્ર કચ્‍છ સહિતના ગામોમાં મીટીંગોનો દોર ચાલી રહયો છે ત્‍યારે તા. ર૬ ને શનીવાર ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે જુનાગઢ પ્રેમાનંદ વિદ્યામંદિર મોતી બાગ રોડ ખાતે એક મીટીંગનું આયોજન કરેલ છે જેમાં જુનાગઢ બિલખા વિસાવદર ભેસાણ ચુડાગળથ તથા આજુબાજુના ગામોમાંથી મીટીંગ રાખવામાં આવેલ છે. આ મીટીંગમાં જયેશભાઇ દવે (પત્રકાર) રાજુભાઇ શિલુ, ગિરધરભાઇ જોષી, જયદિપભાઇ જોષી, હિરેનભાઇ જોષી, અમિતભાઇ વેગડા સહિત જ્ઞાતિજનો ઉપસ્‍થિત રહેશે. અંદાજે ૧૧ હજાર જેટલા યુવાનો ઉપસ્‍થિત રહેશે. અંદાજે ૧૧ હજાર જેટલા યુવાનો આ ફોઝમાં જોડાનાર છે અને સમાજના દરેક કાર્યમાં ઉપયોગી થશે

(1:53 PM IST)