તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
ખંભાળીયા-ગ્રામ્ય વિસ્તારોનાં શિવાલયોમાં શ્રાવણ મહિનામાં સાયં આરતીનું મહત્વ
શ્રાવણ મહિનાના બીજા દિવસે પણ આજે સવારથી ભાવિકો શિવ મંદિરોમાં ઉમટયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૬: ખંભાળિયા તથા ગ્રામ્ય પંથકમાં ઢગલાબંધ પ્રાચીન અને ઐતિહાસિક શીવ મંદિરો હોય આજે શ્રાવણ માસના પ્રથમ દિને સવારથી જ ભાવિકો હર હર મહાદેવના નારા સાથે શીવ મંદિરોમાં ઉમટી પડયા હતા.
ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, પાળેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, બાલનાથ મહાદેવ, શીરેશ્વર મહાદેવ, ગ્રામ્ય પંથકમાં બજાણાના કોટેશ્વર મહાદેવ, કોટાના કોટેશ્વર મહાદેવ, વડત્રાના ધીંગેશ્વર મહાદેવ, ભટાણાના ધીંગેશ્વર મહાદેવ, દાતાત્રાના દંતેશ્વર મહાદેવ, ભાતેલના ભોળેશ્વર મહાદેવ સલાયા પાસે નાગનાથ મહાદેવ વિ. શીવ મંદિરો તથા અહીંના મહાદેવ વાડા વિસ્તારમાં આવેલા વિદ્યાશંકા મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કૌશલ્ય મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મંદિરે પણ ભાવિકો સવારથી જળના લોટા બીલ્વપત્ર પુષ્પો સાથે પૂજા કરવા ઉમટી પડયા હતા તથા શીવ મંદિરોમાં પણ મહાદેવના લીંગ પર ઢગલાબંધ બિલ્વપત્ર અભિષેક સાથે ભાવિકોએ પૂજા કરી હતી.
શ્રાવણ માસ દરમ્યાન ખંભાળીયાના શીવ મંદિરોમાં વિશેષ દર્શન, ઘી મહાપૂજા તથા સવા લાખ બિલ્વપત્રના અભિષેક સાથે સાથે આરતીનું પણ વિશેષ મહત્વ છે.
જેમાં રામનાથ મહાદેવ, ખામનાથ મહાદેવ તથા પાળેશ્વર મહાદેવના શીવ મંદિરોમાં ઢોલ નગારા નોબત ડંકા ઘંટનાદ સાથે પોણોથી એક કલાક ચાલતી આરતીમાં લોકો ઉમટે છે.
(2:14 PM IST)










