તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
રવિવારે કણકોટમાં સરદારધામ ભૂમિવંદના

રાજકોટઃ સરદારધામ દ્વારા ભૂમિ વંદના કાર્યક્રમનું આયોજન તા.૨૭ના રવિવારે સાંજે ૪:૩૦ વાગ્યાથી કણકોટ ખાતે બાદ સાંજે ૫ વાગ્યાથી રીજન્સી લગૂન ખાતે કરવામાં આવેલ છે.
‘‘સરદારધામ'' એક એવી ભવિષ્યનિર્માતા સંસ્થા બનશે, જે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓના જોડાણ સાથે સાથે, તેમાં વિવિધ સાંસ્કળતિક, શૈક્ષણિક તથા વ્યાવસાયિક વિકાસને આધાર આપતી પ્રવળત્તિઓનું આયોજન કરશે. આ ભવન સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના વિકાસ માટે કેન્દ્રબિંદુ સાબિત થશે.
આ ભવન રાજકોટના કણકોટ ખાતે કુલ ૪૦ હજાર વાર જગ્યામાં નિર્માણ પામશે. અંદાજે ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ કેમ્પસમાં દીકરા તેમજ દીકરીઓ માટે છાત્રાલય, સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન, યુવા સંગઠન, સ્પોર્ટ સંકુલ , સામાજિક માર્ગદર્શન કેન્દ્ર જેવા વિવિધ વિભાગો દ્વારા સામાજિક ઉત્થાનનું ઉત્કળષ્ટ કામ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિતિમાં ભૂમિ વંદના કરશે. શ્રી મનસુખભાઈ માંડવીયા - (કેન્દદ્રીય મંત્રી) ભારત સરકાર , શ્રી રાઘવજીભાઈ પટેલ (કેબિનેટ મંત્રી), ગુજરાત સરકાર, શ્રી પરસોતમભાઈ રૂપાલા (સાંસદ સભ્ય), ગોવિંદભાઈ ધોળકિયા (રાજ્ય સભાના સાંસદ) શ્રી મૌલેશભાઈ ઉકાણી, શ્રી ચંદુભાઈ વિરાણી, શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી જીવનભાઈ ગોવાણી હાજરી આપશે, સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી નિલેશ ધુલેશીયા અને પ્રમુખ પરેશ ગજેરા ઉપરાંત સરદારધામ ,પ્રમુખ સેવક ગગજી સુતરીયા એ જણાવ્યું હતું.
વધુ માહિતી માટે સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન +૯૧૭૫૭૫૦૦૯૭૯૬ ઉપર સંપર્ક કરી શકાય છે
(4:12 PM IST)










