તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં સ્વચ્છતા જાળવવા રાજુ જુંજાની અપીલ
જયાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા

રાજકોટઃ પવિત્ર શ્રાવણ મહિનામા ંશિવભકિતના પુજનનો મહિમા અનોખો છે. રાજકોટ શહેરના તમામ શિવમંદિરોમાં શિવભકતોની ભારે ભીડ રહે છે. ભોળાનાથને રીઝવવા ભકતો બિલીપત્ર, દૂધ, ધી, પંચામૃત, શેરડીનો રસ, જળ, ફળફળાદી શિવલીંગ ઉપર ચડો છે. આ બધી વસ્તુઓ ભેગી થવાથી અને થોડો સમય રહેવાથી દુર્ગંધયુકત બને છે. શિવજીની ભકિતની સાથે શિવમંદિરોમાં સ્વચ્છતાનું પણ એટલું જ મહત્વ રહેલું છે. એક કહેવત છે કે ‘જયાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા'' એટલે દરેક શિવમંદિરોના પુજારી, સંચાલકો, ટ્રસ્ટીઓ અને સેવકોને સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડીરેકટર રાજુ જુંજા દ્વારા એક નિવેદન કે મંદિરોમાં ગંદકી ન થાય એ માટે પુજાપાનો કચરો એકત્ર થવા ન દેવો દરરોજ કચરો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપરવાનમાં નાખી દઇ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો છે.
શિવમંદિરોમાં ગંદકીને કારણે માખી, મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે જેને કારણે રોગચાળાનું પ્રમાણ પણ વધી જાય છે. જનહિતમાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. તેમ રાજુ જુંજાની યાદીમાં જણાવાયું છે.
(3:15 PM IST)










