<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઝારખંડમાં બે સમુદાયો વચ્ચે ભારે બબાલ સર્જાઈ : ઝારખંડના હજારીબાગમાં મંગળા શોભા યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ બાદ ભારે પથ્થર મારો, તોડફોડ, હળવો લાઠીચાર્જ થયો, શિવરાત્રી ઉપર પણ બંને પક્ષો વચ્ચે મોટી બબાલ થયેલ : વિદ્યાર્થીની અને તેના પિતાની ગોળી મારી હત્યા કર્યા પછી હત્યારાએ પણ આત્મહત્યા કરી લીધી : બિહારના આરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ની સીડી ઉપર એક વિદ્યાર્થીની બહેન અને તેના પિતાની ગોળીબાર કરી હત્યા કર્યા બાદ હત્યારાએ પણ જીવ આપી દીધો : ૪૫૪ વૃક્ષો કાપનારને ૪૫૪ લાખનો દંડ ફટકારતી સુપ્રીમ કોર્ટ: પર્યાવરણના મામલામાં દયાને સ્થાન નથી : "વૃક્ષો કાપવા એ માણસોની કતલ કરતાં પણ વધુ ખરાબ છે" સુપ્રીમ કોર્ટ આકરા મિજાજમાં: એક એક વૃક્ષ દીઠ એક એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો: તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં ૪૫૪ વૃક્ષો કાપનાર વ્યક્તિની અરજી ફગાવી દઈ જસ્ટિસ ઓકા અને જસ્ટીસ ભૂયાનની બેન્ચે કહ્યું કે પર્યાવરણના મામલામાં દયાને સ્થાન નથી.1:05 PM IST

બાળકો સામે સામે ચેલેન્જ આપે, કોઈ કુદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડ હોય એ હારી જાય તો સામ-સામે મારે , વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય આ રેડ સિગ્નલ છે. આપણા માટે ડેન્જરસ વાત : બગસરાના મોટા મંજિયાસરની પ્રાથમિક શાળાની ઘટના મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન : આ 8 દિવસ પહેલાનો બનાવ છે,40 નહીં પરંતુ 10થી 12 બાળકો છે,: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચાર મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે,સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મીટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ4:49 PM IST

બેડી માર્કેટીંગ યાર્ડના વેપારીઓ ભાગવત સપ્‍તાહ સંગાથે પૂણ્‍ય કમાશે : ભારે ઉત્‍સાહ : રાજકોટ લોહાણા મહાજન દ્વારા ધાર્મિક-સેવાકીય-અલૌકિક આયોજન ; : સોશ્‍યલ મિડીયા ઉપર લાખો ફોલોઅર્સ ધરાવતા વિશ્વ વિખ્‍યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશ દાદાના વ્‍યાસાસને સમગ્ર રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં આધ્‍યાત્‍મિક પવિત્ર માહોલ સર્જાશે : લાખો ભાવિકો-વૈષ્‍ણવો-સનાતનીઓ ઉમટશે ; ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ર૦રપ દરમ્‍યાન રોજ બપોરે ૩ થી સાંજે ૭ કથા વાંચન અને ત્‍યારબાદ મહાપ્રસાદનો લાભ લઇ લોકો ધન્‍ય બનશે; લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ બેનમૂન આયોજન કરવા તલપાપડ 4:16 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST