તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
ન્યૂઝીલેન્ડના દક્ષિણના ટાપુમાં ધરતીકંપથી રીવરટન તટ ધ્રુજી ઉઠ્યો

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના દક્ષિણના ટાપુમાં ૬.૮ તીવ્રતાનો ધરતીકંપ આજે સવારે નોંધાયો હતો. જે ભૂસ્તરથી ૧૦ કિ.મી. (૬.૨ માઈલ) ઊંડેથી શરૂ થયો હતો. તેમ ''યુનાઈટેડ-સ્ટેટ્સ-જીયોલોજિકલ'' સર્વે જણાવે છે.
આ પૈકી પહેલી ઘ્રૂજારી તો રીક્ટર-સ્કેલ ઉપર ૭ અંકની નોંધાઈ હતી. તે પછી ૬.૮ અંકની ઘ્રૂજારી આવી.
આટલા તીવ્ર ભૂકંપ છતાં હજી સુનામીની કોઈ ચેતવણી અપાઈ નથી. પરંતુ અધિકારીઓ આફટર-શોક્સ અંગે તેમજ અન્ય કોઈ ઘટના જેવી કે જાનમાલની નુકસાની વિષે તપાસ કરી રહ્યાં છે. તે સર્વવિદિત છે કે પૃથ્વીનાં મૃદાવરણ નીચે રહેલો અર્ધપ્રવાહી મેગ્મા પણ પૃથ્વીનાં પરિભ્રમણ સાથે ફરતો હોય છે. પૃથ્વી કલાકના ૧૦૦૦ માઈલની ઝડપે પોતાની ધરી ઉપર ફરે છે. તેથી મેગ્મા પણ તેટલી ઝડપે ફરે છે. ઉપરનાં મૃદાવરણ-ક્રસ્ટ ઉપર દબાણ આવે છે. હવે તે મૃદાવરણ ટેકટોનિક પ્લેટસમાં વહેંચાયેલું છે. તે પૈકી હીમાલયન ટેકટોનિક પ્લેટ સાથે ઇન્ડિયન યુરેશિયન ટેકટોનિક પ્લેટ અથડાતાં ઉત્તર ભારતના જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા પાસેના નેપાળ અને પૂર્વ ઉત્તર ભારતનાં અરૂણાચલમ્ તેમજ ભૂતાન ધરતીકંપ વિસ્તાર (અર્થક્વેક-ઝોનમાં) આવે છે. ત્યાં ધરતીકંપો વારંવાર થવાની શક્યતા છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
