<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

સીએમ યોગીના પ્લેનમાં ખરાબી:આગ્રામાં ઈમરજન્સી લેન્ડિંગ

પ્લેનમાં ખરાબી અને દિલ્હીથી બીજા પ્લેનના આગમન વચ્ચે મુખ્યમંત્રી દોઢ કલાક આગ્રા એરપોર્ટની લોન્જમાં રોકાયા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વિમાન અચાનક ખરાબ થઈ ગયું. પાયલોટે આગ્રામાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. સદ્નસીબે પ્લેનની સિસ્ટમમાં સમસ્યા સમયસર શોધી કાઢવામાં આવી હતી

  સીએમ યોગી આદિત્યનાથ આગ્રાના પ્રવાસે આવ્યા હતા. અહીં પોતાનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ તેઓ તેમના રાજ્યના વિમાનમાં સવાર થયા અને બુધવારે બપોરે 3.40 કલાકે લખનૌ જવા રવાના થયા. લગભગ 20 મિનિટ પછી તેમનું વિમાન આગ્રા પરત ફર્યું. કહેવામાં આવ્યું હતું કે પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા પ્લેનનું આગરામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું

  જ્યારે પ્લેન આકાશમાં હતું ત્યારે ખબર પડી કે યોગીના ચાર્ટર્ડ પ્લેનમાં ખરાબી છે. આના પર પાયલોટે પોતાનું ડહાપણ બતાવ્યું અને ખેરિયા એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું. આ પછી દિલ્હીથી બીજું પ્લેન આવ્યું અને સીએમ યોગી સાંજે 5.42 કલાકે રાજધાની લખનૌ જવા રવાના થયા.

  પ્લેનમાં ખરાબી અને દિલ્હીથી બીજા પ્લેનના આગમન વચ્ચે મુખ્યમંત્રી લગભગ દોઢ કલાક આગ્રા એરપોર્ટની લોન્જમાં રોકાયા હતા. વિલંબને કારણે, યોગી સરકારના 8 વર્ષ પૂરા થયાની ઉજવણીમાં લખનૌના ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં આયોજિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આ પછી સીએમ યોગી સંપૂર્ણ સુરક્ષા વચ્ચે આગ્રાથી લખનઉ પહોંચ્યા હતા .

 


 

(8:10 PM IST)