<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ભારત ૨૦૨૭ સુધીમાં જર્મનીને પાછળ છોડી શકે છે: આઈએમ એફનો અહેવાલ

 

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈ એમ એફ)ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે અને તે જાપાનના જીડીપીને પાછળ રાખી દેવાના માર્ગે દોડી રહેલ છે. આઈ એમ એફનું અનુમાન છે કે ભારત ૨૦૨૭ સુધીમાં જર્મનીની અર્થવ્યવસ્થાને પણ ઓવરટેક કરી શકે છે. આ આર્થિક વૃદ્ધિ ભારતના ઉદ્યોગો, નિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કારણે શક્ય બની રહી છે.

 


 

નિષ્ણાતોનું માનવું છે કે ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૭.૫%થી વધુ રહેવાની શક્યતા છે, જેમાં ડિજિટલ ઈકોનોમી અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું મોટું યોગદાન છે.

(12:16 PM IST)