<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

જેતપુરમાં કારખાનેદારને હનીટ્રેપના ફસાવવાનું કાવતરું રચી 50,000 રૂપિયા પડાવનાર જેતપુરની મહિલા સહિત પાંચને સકંજામાં લેતી પોલીસ

હું કોઈ છોકરી સાથે નહી પરંતુ એકલો પણ ક્યારેય તીર્થ હોટેલમાં ગયેલ નથી અને હું કોઈ રેશ્માને ઓળખતો નથી તેમ છતાં છોકરી સાથે શરીર સંબંધ બાંધેલ છે અને છોકરી અત્યારે પ્રેગ્નેન્ટ છે એમ કહીને રૂપિયા પડાવ્યા

જેતપુર તા.૨૬ :  જેતપુરમાં રહેતા કારખાનેદારને હનીટ્રેપના ફસાવવાનું કાવતરું રચી 50,000 રૂપિયા પડાવનાર જેતપુરની મહિલા સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તમામને સકંજા માં લીધા છે.

 મળતી વિગતો મુજબ જેતપુરમાં નવાગઢ રામજી મંદિર પાસે, સર્વોદય સ્કુલની સામે રહેતા અને ગઢની રાંગ ઈલાહી ચોક નવાગઢ ખાતે નંદ ગોપાલ પ્રીંટ નામે, સાડી પ્રીન્ટીંગનું કારખાનું ચલાવતા અંકિત જીતેન્દ્રભાઈ રાદડીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવીન આંબલીયા, ઉદય પંડ્યા માર્કેટિંગ યાર્ડ જેતપુર અંકુર ટ્રેડિંગના માલિક કિશન રાદડિયા, રેશ્મા ધવલભાઈ વેકરીયા અને ધવલ વેકરીયાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ 20/03/2025 ના રોજ સાંજના 6 વાગ્યે શ્રીજી સ્કુલ પાસે, અમરનગર રોડ, જેતપુર રહેતા ભાવીન આંબલીયાનો અંકિત ઉપર  ફોન આવેલ અને જણાવેલ કે, મારી પાસે તારી એક મેટર આવેલ છે. ભાવીન અંકિતના મિત્ર હોય જેથી મેટર? તેવું પૂછ્યું હતું ભાવીને કહ્યું કે તારીખ 01/03/2025 ના રોજ સાંજના 5 ને 20 મિનિટ આસપાસ તું જેતપુરની તીર્થ હોટેલમાં રેશ્મા નામની છોકરીને લઈ ગયો હતો. જે છોકરી તારા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવા માંગે છે.

અંકીતે ભાવિનને કહ્યું કે, હું કોઈ છોકરી સાથે નહી પરંતુ એકલો પણ ક્યારેય તીર્થ હોટેલમાં ગયેલ નથી અને હું કોઈ રેશ્માને ઓળખતો નથી. તમે તે છોકરીને કહી દો કે ફરિયાદ કરી દે મારા વિરુદ્ધ નહીતર હું ફરિયાદ કરી દઈશ.

રાત્રીના ભાવીને ફરી અંકિતને ફોન કરીને કહ્યું કે, જે છોકરીને તીર્થ હોટેલમાં લઈ જાય છે અને તેની પાસેથી રોકડા 50 હજાર અને એક સોનાનું બ્રેસલેટ સાડા સાત ગ્રામનું લઈ લઇ લીધું છે. અને  છોકરી સાથે શરીર સંબંધ બાંધેલ છે અને છોકરી અત્યારે પ્રેગ્નેન્ટ છે.

ગઈકાલે તારીખ 25/03/2025 ના રોજ સાંજે 9 વાગ્યે જુનાગઢ રોડ માર્કેટીંગ યાર્ડ ખાતે, અંકુર ટ્રેડીંગ ખાતે 50 હજાર આપવાનું નક્કી કર્યું હતું. અંકિત તેના  કાકા પરેશ વશરામભાઈ રાદડિયા સાથે  માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ અંકુર ટ્રેડીંગ ખાતે રૂપિયા આપવા ગયા હતા. જ્યાં ભાવીન આંબલીયા તથા અંકુર ટ્રેડિંગના માલીક કીશન રાદડિયા થોડીવાર બાદ ત્યાં એક  મહિલા તથા ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા.

ભાવીનએ તેની ઓળખાણ કરાવી હતી આ મહિલા  રેશ્માબેન વેકરીયા તેની સાથે તેનો પતિ ધવલ વેકરીયા અન્ય બે શખ્સોમાં દેસાઈ વાડી જેતપુર રહેતો દિવ્યેશ પ્રફુલભાઈ ઉસદડીયા અને બીજા ભાઈ શાંતિ નગર, જેતપુર રહેતો ફેનીલ અશોકભાઈ બાબરીયા હોવાનું જણાવ્યું હતું. 50 હજાર આપ્યા બાદ અંકિતે જ્યારે હોટેલના સીસીટીવી  ફુટેજ બતાવવા વાત કરતા તે ફૂટેજ તેમની પાસે હતા નહી આ ટોળકીએ અંકીતને ફસાવી 50 હજાર પડાવી લેતા આ મામલે પોલીસે ગુનો નોંધી ટોળકીને સકંજામાં લીધી હતી.

(4:24 PM IST)