News of Wednesday, 26th March 2025
કહતા હૈ જોકર સારા જમાના...
હાસ્ય કલાકાર કૃણાલ કાબરા હાસ્યાસ્પદ બન્યાઃ કાબરા ભુતકાળમાં સનાતન સામે પણ બેફામ બન્યા હતા
ગુજરાતીઓએ ચિંતન કરવું પડે તેવી ઘટના મહારાષ્ટ્રમાં બની છે. કોમેડીના ખેલાડી કૃણાલ કાબરાએ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના નાયક મુખ્ય પ્રધાન એકનાથ શિેંદેને ગદાર ગણાવતી રચના રજૂ કરી હતી. શિવ સૈનિકો રોષે ભરાયા અને કાર્યક્રમ સ્થળે હલ્લો કરીને તોડફોડ કરી હતી. કાબરા બહાર નીકળે તો તેને મારવાની ધમકી પણ આપવામાં આવી છે. કાબરા સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીથી માંડીને ભાજપના ટોચના નેતાઓએ આક્રોશ ઠાલવ્યો છે. એક નેતાના અપમાન સામે લોકોથી માંડીને અન્ય નેતાઓ, કાર્યક્રમો અને અધિકારીઓ હરકતમાં આવી ગયા છે.
ગુજરાતમાં સ્વામિનારાયણ સાધુઓ વારંવાર શિવજી-દ્વારકાધીશ- માતાજીથી માંડીને જલારામબાપા સુધીનાને અપમાન કર્યે રાખે છે, ગુજરાતીઓ શું ઉકાળી શકયા? મહારાષ્ટ્રમાં એક નેતાના સ્વમાન માટે આક્રોશ વ્યાપે છે, ગુજરાતમાં ભગવાનના અપમાન સામે પણ થઇ શકતું નથી... મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથી પક્ષના નેતાના અપમાન સામે મેદાનમાં આવી જાય છે. ગુજરાતના ધાર્મિક ગણાતા મુખ્યમંત્રી પરમાત્માના અપમાન સામે પણ મેદાનમાં આવી જાય છે. ગુજરાતના ધાર્મિક ગણાતા મુખ્યમંત્રી પરમાત્માના અપમાન સામે પણ મોૈન રહે છે. ગુજરાતમાં નબળી નેતાગીરી અને માફી આપવામાં ઉત્સાહિત લોકોના કારણે કહેવાતા સ્વામીઓ વારંવાર ભગવાનના અપમાન કરવાના શોખીન થઇ ગયા છે. આપણી ધાર્મિકતા અને સરકાર ત્રેવડ વગરની ન ગણાય? ગુજરાત માટે ચિંતનનો વિષય છે.
વર્તમાન સમયમાં અનેક હાસ્ય કલાકારો ફૂટી નીકળ્યા છે. અભિવ્યકિતની સ્વતંત્રતા અને કલાના નામે બેહુદી- અપમાનજનક હરકતો બેફામ થાય છે. કૃણાલ કાબરા તો ડાબેરી વિચારધારા અને સનાતન વિરોધી તાકાતોનો હાથો બની ગયો છે. હાલમાં શિવસેનામાં આંતરિક વિવાદો ચરમ પર છે. શિંદે જૂથ વિરોધીઓનો હાથો બનીને કૃણાલ કલાના નામે બેફામ બન્યા હતા.
આવા તત્વો ભારતભરમાં વારંવાર વિવાદો જગાવતા રહે છે. વિવાદ કૃર સ્વરૂપ ધારણ કરે ત્યારેમાફી માંગી લે છે. સતત વિવાદો સર્જતા કાબરાઓને માફી આપવાને બદલે પાઠ ભણાવવો જરૂરી લાગતા તોડફોડ કરાઇ હતી. કાબરાઓના કાયમી ઇલાજ કરવા અનિવાર્ય છે.
ગુજરાતમાં પણ અમુક લેવલ વગરના ડાયરા કલાકારો થી માંડીને સ્વામીનારાયણ ના કહેવાતા સ્વામીઓ વિવાદ કરવાના આદી થઇ ગયા છે. ગંભીર ગુન્હા છતાં માફી આપી દેવાથી આ તત્વો છકી ગયા છે. કાબરાના સ્ટુડીયો પર મહારાષ્ટ્રનું તંત્ર બુલડોઝર લઇને ત્રાટકયુ હતું. ગુજરાતમાં દાદા તરીકે પોતાને ઓળખાવતા મુખ્યમંત્રી વિવાદી સ્વામીઓને સાષ્ટાંગ દંડવત કરે છે...
આવી ધાર્મિકતા ના કારણે દેવી-દેવતાઓ હાસ્યાસ્પદ બની રહ્યા છે. કાબરા તો જોકર સાબિત થયા જ છે, ગુજરાતમાં ઘણાને જોકર સાબિત કરવા જરૂરી છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
