<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

રાજપીપળા ગાર્ડનમાં માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા ગાર્ડનમાં માનસિક અસ્વસ્થ બીમાર વ્યક્તિએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું

   મળતી માહિતી અનુસાર સંજયકુમાર અનિરુધ્ધભાઈ રાવલ( ઉ.વ.૫૩ )(રહે. સનરાઈઝ સોસાયટી ઘર નં.૨૭ વડીયા રાજપીપલા) નાઓ છેલ્લા એક વરસથી માનસિક બિમારીથી પીડાતા હતા અને તેઓને વડૉદરા બી.એ.પી. એસ.શાસ્ત્રીજી મહારાજ હોસ્પીટલ ખાતે દવા ચાલતી હોય અને તેઓ માનસિક બિમારીના કારણે રાજપીપલા સરકારી ગાર્ડનમાં ઘાસ મારવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા તેમના પુત્ર રિશી સંજયભાઈ રાવલ (ઉ.વ.૨૩) ધંધો. અભ્યાસ (રહે. સનરાઈઝ સોસાયટી ઘર નં.૨૭ વડીયા રાજપીપલા) નાઓ એ પોલીસ માં જાણ કરતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
જાણવા મળ્યા મુજબ મરનાર સંજયકુમાર રાવલ પોતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ છેલ્લા એક વર્ષ થી તેઓ માનસિક અસ્વસ્થ હોય જેના કારણે આ પગલું ભર્યું.

(10:12 PM IST)