News of Wednesday, 26th March 2025
અમેરિકાની ઐસી કી તૈસી ! ઈરાને દુનિયાને બતાવ્યું પોતાનું અંડરગ્રાઉન્ડ મિસાઈલ શહેર
ઈરાને પોતાના ખતરનાક ભૂગર્ભ મિસાઈલ શહેરનો ખુલાસો કર્યોઃ ભૂગર્ભ સુવિધામાં હજારો મિસાઇલોઃ અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાને વીડિયો જાહેર કર્યો : ઇસ્લામિક દેશના એરોસ્પેસ ફોર્સની આ સુવિધામાં ઘણી મિસાઇલો પણ બતાવવામાં આવી છે જેનો ઉપયોગ ગયા વર્ષે ઇઝરાયલ સામેના હુમલામાં ઇરાની દળો દ્વારા કરવામાં આવ્યો હતો

તેહરાન,તા.૨૬: ઈરાનના શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ વિશ્વ સમક્ષ તેના સૌથી મોટા ભૂગર્ભ મિસાઇલ શહેરનો ખુલાસો કર્યો છે. આ IRGC એરોસ્પેસ ફોર્સના સેંકડો ભૂગર્ભ મિસાઇલ શહેરોમાંનું એક છે જેમાં હજારો ખતરનાક મિસાઇલો તૈયાર સ્થિતિમાં રાખવામાં આવી છે. આમાં ઇમાદ, સેજિલ, કાદર એચ, ખેબર અને હજ કાસેમ જેવી ઘાતક મિસાઇલોનો સમાવેશ થાય છે. ઈરાનના સરકારી મીડિયાએ આનો એક વીડિયો બહાર પાડ્યો છે, જેમાં ઈરાનના આર્મી ચીફ મેજર જનરલ મોહમ્મદ હુસૈન બઘેરી અને IRGC એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ જોવા મળી રહ્યા છે.૮૫ સેકન્ડનો આ વીડિયો વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે બહાર પાડવામાં આવ્યો છે, જેમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે નજીકના ભવિષ્યમાં ઈરાન પર અમેરિકન અથવા ઇઝરાયલી હુમલો થઈ શકે છે. આ વીડિયો ઈરાનની તાકાત દર્શાવવા માટે બહાર પાડવામાં આવ્યો છે અને ઈસ્લામિક દેશ હુમલાની સ્થિતિમાં જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. જોકે, આ વિડીયો એક મોટી નબળાઈ પણ ઉજાગર કરે છે.
આ વિડીયો એક ટનલ કોરિડોરથી શરૂ થાય છે જેમાં બંને બાજુ મિસાઇલો લાઇનમાં છે. આગળ વધીને તે બાઘેરી અને હાજીઝાદેહ પહોંચે છે. આ પછી, ઈરાનના શષા કાર્યક્રમો માટે જવાબદાર બંને અધિકારીઓ ખુલ્લી જીપમાં શષાોથી ભરેલી ટનલમાંથી પસાર થતા જોવા મળે છે.
શષાો લાંબી ટનલ અને મોટી ગુફાઓમાં ખુલ્લામાં રાખવામાં આવે છે. જો આ સુવિધા પર હુમલો કરવામાં આવે તો તેના વિનાશક પરિણામો આવી શકે છે. જો આવું થાય, તો વિસ્ફોટોની ખૂબ મોટી સાંકળ શરૂ થઈ શકે છે. આ વીડિયો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ બાદ જાહેર કરવામાં આવ્યો છે.
એક્સિઓસના અહેવાલ મુજબ, આ મહિનાની શરૂઆતમાં, ટ્રમ્પે તેહરાનને નવા પરમાણુ કરાર પર પહોંચવા માટે બે મહિનાની સમયમર્યાદા આપી હતી. ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો કે હુતી બળવાખોરો સામે ચાલી રહેલા અભિયાનમાં ઈરાન પણ નિશાન બની શકે છે, કારણ કે ઈરાન તેમનો મુખ્ય પ્રાયોજક છે.(૪૦.૨)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
