તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
કોલકાતા નાઈટ રાઈડર્સની પહેલી જીત : રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવ્યું ક્વિન્ટન ડી કોકે અણનમ 97 રન ફટકાર્યા
કોલકાતાએ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 152 રનના ટાર્ગેટને હાંસલ કર્યો

મુંબઈ : આઇપીએલ-2025માં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ IPL-18માં પોતાની પહેલી જીત નોંધાવી છે. ટીમે રાજસ્થાન રોયલ્સ (RR)ને 8 વિકેટથી હરાવ્યું છે
ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતાએ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 152 રનના ટાર્ગેટને હાંસલ કર્યો છે. મેચનો હીરો ક્વિન્ટન ડી કોક 97 રન બનાવીને અણનમ રહ્યો. અંગક્રિશ રઘુવંશી 22 રન બનાવી અણનમ રહ્યો હતો .
ટૉસ હાર્યા બાદ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટે 151 રન બનાવ્યા હતા જેમાં ધ્રુવ જુરેલે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 29 અને કેપ્ટન રિયાન પરાગે 25 રન બનાવ્યા હતા કોલકાતા તરફથી હર્ષિત રાણા, વૈભવ અરોરા, મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી .
કોલકાતાએ આ મેચ 8 વિકેટથી જીતી લીધી છે. ડી કોકે 18મી ઓવર ફેંકી રહેલા જોફ્રા આર્ચર સામે સતત બે છગ્ગા ફટકાર્યા અને ટીમને વિજય અપાવ્યો.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
