<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th March 2025

જમ્મુ-કાશ્મીરની નવયુગ ટનલમાં મુસાફરો સાથેની બસ પલટી, અકસ્માતમાં ૧૨ લોકો ઘાયલ

શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી નવયુગ સુરંગમાં બુધવારે મોડી રાત્રે એક મુસાફર બસ પલટી જતાં તેમાં સવાર ૧૨ મુસાફરો ઘાયલ થયા હતા.

ઘાયલોમાંથી પાંચ વ્યક્તિઓને સારવાર માટે અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુરંગમાં બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં વાહનોની અવરજવર પર અસર પડી હતી. હાલમાં સુરંગમાંથી પલટેલી બસને બહાર કાઢવાનું અને વાહનોની અવરજવર સુચારુ બનાવવાનું કામ ચાલુ છે.

 

 

(12:43 AM IST)