તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
ભારે કરી અમદાવાદ ટ્રાફિક પોલીસે ! આલેલે...હેલ્મેટ ન પહેર્યુ તો ૧૦ લાખનો મેમો ફટકારી દીધો: જુઓ વિડિયો
યુવક સહિત પરિવારજનોની ઊંઘ ઊડી, હેલમેટ ન પહેરવા પર ૧૦ લાખનો મેમો કઈ રીતે હોઇ શકે ?

અમદાવાદ, તા.૨૬: શહેર ટ્રાફિક પોલીસની એક ગંભીર કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ શહેર પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારને ૧૦ લાખનો મેમો ફટકાર્યો છે. આ કાર્યવાહી સરખેજ વિસ્તારમાં કરવામાં આવી હતી. હવે આ ટેકનિકલ કારણે થયું કે અન્ય કોઈ કારણ તે તો સામે નથી આવ્યું પરંતુ ૧૦ લાખનો મેમો મળતા યુવક સહિત પરિવારની તો ઊંઘ હરામ થઈ ગઈ છે. આ તરફ સમગ્ર મામલે યુવકે પોલીસ કમિ'રને અરજી કરી છે
મેટ્રો સિટી અમદાવાદમાં દિવસેને દિવસે વધતાં ટ્રાફિકની વચ્ચે અકસ્માતોની સંખ્યામાં પણ વધી રહી છે. તેવામાં પોલીસ દ્વારા ૨ વ્હીલર ચાલકો હેલમેટ ના પહેરતા હોઇ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે એક ૨ વ્હીલર ચાલકને હેલમેટ ન પહેરવા પર ૧૦ લાખનો મેમો મળ્યો છે. વાત છે અમદાવાદના સરખેજ વિસ્તારની. અહીં એક યુવકને હેલમેટ ન પહેરવા પર અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી ૧૦ લાખનો મેમો મળ્યો. મેમો મળતાની સાથે જ યુવક સહિત પરિવારજનોની ઊંઘ ઊડી ગઈ છે. કારણ કે હેલમેટ ન પહેરવા પર ૧૦ લાખનો મેમો કઈ રીતે હોઇ શકે ?
અમદાવાદના વસ્ત્રાલના યુવકને સરખેજ વિસ્તારમાં ૨ વ્હીલર પર હેલમેટ ન પહેરવાને કારણે ૧૦ લાખનો મેમો આપવામાં આવ્યો છે. આ તરફ નિયમ ભંગ બદલ ૧૦ લાખનો મેમો આવતા યુવકે પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે કોર્ટમાં મેમો ભરવાનું કહેતા યુવકે આજીજી કરી હતી. જોકે હવે યુવકે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
