તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
૭૮૦,૦૦૦ સિમ કાર્ડ અને ૮૩,૦૦૦ વોટ્સએપ અકાઉન્ટ બ્લોક કરી દીધા
ઓનલાઇન ફ્રોડ વિરૂધ્ધ એકશનમાં સરકાર

નવી દિલ્હી, તા.૨૬: સરકાર સાયબર ઠગાઈ પર કડક કાર્યવાહી કરી રહી છે અને તેમાં કોઈ કમી નથી આવી રહી. આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં, ૭૮૦,૦૦૦ થી વધુ સિમ કાર્ડ, ૩,૦૦૦ થી વધુ સ્કાયપ આઈડી અને ૮૩,૦૦૦ થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે. લોકસભામાં ગૃહ રાજ્ય મંત્રી, બુંદી સંજય કુમારે એક લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, ૨૮ ફેબ્રુઆરી સુધીમાં, અધિકારીઓએ સાયબર ઠગાઈ સાથે જોડાયેલા ૭૮૧,૦૦૦ થી વધુ સિમ કાર્ડ બ્લોક કર્યા છે. આ ઉપરાંત, સરકારે ૨૦૮,૪૬૯ આઈએમઈઆઈ નંબર પણ કાપી નાખ્યા છે, જે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા શંકાસ્પદ માનવામાં આવ્યા હતા. દરેક મોબાઈલ ડિવાઇસનો એક યુનિક આઈએમઈઆઈ નંબર હોય છે અને આ બ્લોક કરાયેલા ડિવાઇસો ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા.
ડિજિટલ ગુનાને રોકવા માટે કડક પગલાં સરકાર ડિજિટલ ગુનાને રોકવા માટે કડક પગલાં લઈ રહી છે. ગૃહ મંત્રાલય હેઠળની એજન્સી I4C એ ૩,૯૬૨ સ્કાયપ આઈડી અને ૮૩,૬૬૮ વોટ્સએપ એકાઉન્ટ્સની ઓળખ કરી અને તેમને બ્લોક કરી દીધા. વર્ષ ૨૦૨૧ માં શરૂ કરેલી મોદી સરકારની I4C નાણાકીય ઠગાઈની ઘટનાઓનો તરત જ જવાબ આપે છે.
હવે સુધી, આ એજન્સીએ ૧૩.૩૬ લાખ રિપોર્ટ કરેલી ફરિયાદોના જવાબમાં લોકોના ૪,૩૮૯ કરોડ રૂપિયા બચાવ્યા છે. આ ઉપરાંત, સરકારે સાયબર ઠગાઈથી પીડિતોને મદદ કરવા માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પણ બનાવ્યો છે, જ્યાં ઠગાઈની ફરિયાદ કરી શકાય છે.
લોકોને વધુ મદદ કરવા માટે સરકારે સંચાર સાથી પોર્ટલ પણ બનાવ્યો છે, જ્યાં લોકો સ્પેમ કોલ અને ઠગાઈવાળા કોલ્સની રિપોર્ટ કરી શકે છે. ટેલિકોમ વિભાગે થોડા વર્ષો પહેલા આ પોર્ટલ શરૂ કર્યો હતો અને તાજેતરમાં તેનો એક એપ ઞ્ંશ્રિંફૂ ર્ભ્શ્રીક્ક લ્દ્દંશ્વફૂ અને ખ્ષ્ટષ્ટશ્રફૂ ખ્ષ્ટષ્ટ લ્દ્દંશ્વફૂ પર ઉપલબ્ધ કરાવ્યો છે.(૨૩.૨)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
