<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

બિલ ગેટ્સ અને સત્યા નડેલાએ પણ ક્રિકેટમાં પૈસા રોક્યા : IPL નહીં પણ આ લીગને અબજો રૂપિયાનું ફંડિંગ આપ્યું

જાણો બિલ ગેટ્સ, શાંતનુ નારાયણ અને સત્ય નડેલા જેવા દિગ્ગજોએ કઈ ક્રિકેટ લીગમાં પૈસા રોક્યા છે?

IPL એ વિશ્વની સૌથી મોટી અને ધનિક લીગ છે, જેમાં બોલિવૂડ અને બિઝનેસ જગત સહિત ઘણા મોટા નામોએ નાણાંનું રોકાણ કર્યું છે

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, સીઈઓ સત્ય નડેલા અને એડોબના સીઈઓ શાંતનુ નારાયણે ક્રિકેટ લીગમાં રોકાણ કર્યું છે. પણ, આ લીગ આઈપીએલ નથી. 

બિલ ગેટ્સ, સત્ય નડેલાએ અમેરિકાની મેજર ક્રિકેટ લીગ (MLC) માં નાણાંનું રોકાણ કર્યું છે. MLC લીગની શરૂઆત વર્ષ 2023 માં થઈ હતી.

 બિલ ગેટ્સે LA નાઈટ રાઈડર્સમાં રોકાણ કર્યું. આ શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સનો એક ભાગ છે.

વર્ષ 2022 માં, લીગે $122 મિલિયનનું ભંડોળ એકત્ર કર્યું. એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ પણ તેમાં રોકાણ કર્યું હતું.

(11:24 PM IST)