<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રેસકોર્ષ બગીચામાં પોલીસના નામે વેપારીને ફટકારી ૩૨ લાખની લૂંટઃ વોર્ડન શાહબાઝ સહિત ૪ ઝડપાયાઃ ટીપ્‍સ આપનારની શોધ : કોટન ગાંસડી ભાવમાં મળતી ન હોઇ વેપારીએ પોતાના નાણા પાછા મંગાવતા ભુતખાના ચોકના વેપારી શૈલેષભાઇ દલસાણીયાએ મારો માણસ આ રકમ તમને લવ ગાર્ડને આપી જશે તેમ કહ્યું: વેપારી ટુવ્‍હીલર લઇ ત્‍યાં જતાં કીયા કારમાં આવેલા શખ્‍સે રોકડનો થેલો દીધો એ સાથે જ ટુવ્‍હીરલર અને બાઇક પર ચાર જણા આવી ગયા : વેપારી સમીરભાઇ પંડયાને શંકા ઉપજતાં તેણે સામેથી પોલીસ સ્‍ટેશને લઇ જવા કહ્યું: પણ તેમને કલાકો સુધી બગીચામાં જ રોકી રાખી વધુ પૈસા મંગાવવા કહી ધમકાવ્‍યાઃ લૂંટ કરી ચારેય ભાગી ગયા બાદ વેપારી પોલીસ સ્‍ટેશને પહોંચતા પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ભેદ ઉકેલ્‍યો : વોર્ડન શાહબાઝની સાથે આઇ.કે. સિલેક્‍શનવાળા વેપારીનો પુત્ર દાનીશ અને અન્‍ય બે અતીક તથા મહેશની ધરપકડ : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ વી.આર. વસાવા અને ટીમે ભેદ ઉકેલ્‍યો : ૨૧ લાખની રોકડ કબ્‍જેઃ બાકીના ૧૧ લાખ રીકવર કરવા તજવીજઃ ફરિયાદી સુરેશભાઇએ કહ્યું-પોલીસની કામગીરી કાબીલેદાદ : વેપારી પાસેના નાણા કાયદેસરના નથી, ડરાવવાથી તોડ થઇ જશે તેવી ટીપ્‍સ મળતાં વોર્ડન સાગ્રીતોને લઇને ગયો હતોઃ પણ પછી રોકડનો આખો થેલો પડાવી લીધો2:33 PM IST

યુક્રેનના જબ્બર ડ્રોન હુમલા બાદ રશિયાના મહત્વના એફિમોવકા તેલ પમ્પિંગ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળી: રશિયાના તેલ પરિવહન માળખાને મોટું નુકસાન : એફિમોવકા સ્ટેશનનો હુમલો રશિયાના મુખ્ય તેલ નિકાસ માર્ગોને અટકાવવાના યુક્રેનના વ્યૂહાત્મક અભિયાનનો એક ભાગ: યુક્રેનના લાંબા અંતરના ડ્રોન દ્વારા હુમલો: રશિયાના સંરક્ષણ મંત્રાલયનો દાવો, રાત્રે ૧૯ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા: નવ ડ્રોન વોલ્ગોગ્રાડ પ્રદેશ ઉપર તોડી પાડ્યાતા : એફિમોવકા સ્ટેશન, જે રશિયન ટ્રાન્સનેફ્ટ કંપનીની માલિકીનું છે, તે ખાસ કરીને વોલ્ગોગ્રાડ પ્રદેશમાં આવેલું છે અને નોવોરોસિસ્ક બંદર મારફતે રશિયન તેલની નિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે6:30 PM IST

કેરેબિયન સમુદ્રમાં 'નાર્કો ટેરેરિસ્ટ વેસલ' પર અમેરિકી હુમલા: કોલંબિયાના પ્રેસિડેન્ટ પેટ્રોનો સણસણતો આક્ષેપ: 'આ ડ્રગ્સ નહીં, પણ તેલ માટેનું યુદ્ધ છે': નિશાન બનાવવામાં આવેલું જહાજ વેનેઝુએલાનું નહીં, પરંતુ કોલંબિયાનું હતું અને તેમાં કોલંબિયાના નાગરિકો સવાર હતા : કોલંબિયા-અમેરિકા સંબંધોમાં તણાવ વધાર્યો: વ્હાઇટ હાઉસે પેટ્રોના દાવાઓને ફગાવી દીધા: કહ્યું કે: "અમેરિકા પેટ્રો દ્વારા તેમના પાયાવિહોણા અને નિંદનીય નિવેદનને જાહેરમાં પાછું ખેંચવાની રાહ જોઈ રહ્યું છે : ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, બે અમેરિકન અધિકારીઓએ નામ ન આપવાની શરતે કબૂલ્યું હતું કે અમેરિકા દ્વારા તાજેતરમાં નષ્ટ કરાયેલા ઓછામાં ઓછા એક જહાજ પર કોલંબિયન નાગરિકો સવાર હતા: ૨૧ ન મોત6:13 PM IST

સેનિયા રેબેનકીનાનો બેલે ડાન્‍સ જોઇ ફિલ્‍મ ‘મેરા નામ જોકર'માં રાજકપૂરે ભૂમિકા આપી : સેનિયા ફિલ્‍મોમાં કામ કરવા નહોતી માંગતી પણ મિત્રોના કહેવા પછી તેણે ઓફર સ્‍વીકારી રશિયન યુવતી સેનિયા રેબેનકીના ખૂબ જ યુવાન હતી અને બોલ્‍શેવિક્‍સ થિયેટરમાં કામ કરતી હતી મેરા નામ જોકરમાં ઘણા મોટા કલાકારો હતા પરંતુ આ મોટા કલાકારોમાં અભિનેત્રી સેનિયા રેબેનકીનાએ પોતાના નાના રોલથી બધાનું ધ્‍યાન ખેંચ્‍યું મોસ્‍કોમાં રાજ કપૂરે રોલ માટે સેનિયાને ફોનથી તરત જ મળવા આવવાનું કહ્યું ત્‍યારે તેણે મળવાનીના પાડી હતી એલેક્‍સી સ્‍ટાઈકિન સાથે તેણીએ લગ્ન કર્યા હતા. ૧૦ જૂન, ૧૯૭૪ના રોજ તેણે પુત્ર એવજેનીને જન્‍મ આપ્‍યો સેનિયાને ભારત દેશ ખૂબ જ સુંદર અને આધ્‍યાત્‍મિક લાગ્‍યો જોકે વ્‍યસ્‍ત શેડયૂલને કારણે ફરવા ન મળ્‍યું તે વાતનો થોડો અફસોસ રહ્યો3:49 PM IST