News of Thursday, 9th October 2025
શાપર-વેરાવળમાંથી રીક્ષાચાલકનું અપહરણ કરનાર રાજકોટના વિજય સહિત ત્રણ પકડાયા
પકડાયેલ વિજય ઉકેડીયા સામે અગાઉ ૪ અને સુરેશ સામે અડધો ડઝન ગુન્હાઓ નોંધાયા છે

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો (નીચે બેઠેલ) સાથે શાપર-વેરાવળ પોલીસ સ્ટાફ નજરે પડે છે. (૪.૪)
રાજકોટ, તા., ૯: શાપર-વેરાવળમાંથી રીક્ષા ચાલક યુવકનું અપહરણ કરનાર રાજકોટના ત્રણ શખ્સોને પોલીસે ગણત્રીના કલાકોમાં ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ રીક્ષાચાલક દિપક બાવાજીનું રૂપીયાની ઉઘરાણી પ્રશ્ને શાપર વેરાવળ બસ સ્ટેન્ડ ખાતેથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ શાપર(વે) પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર આર.બી. રાણાના સીધા માર્ગદર્શન હેઠળ શાપર (વે) પો.સ્ટે.ના સર્વોલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હ્યુમનસોર્સ તથા ટેકનીકલ ટીમની મદદથી અપહરણ કરનાર આરોપીઓને ભોગબનનાર સાથે શોધી કાઢી ભોગ બનનારને આરોપીઓના સકંજામાંથી ગણતરીની કલાકોમાં મુક્ત કરાવી આરોપી વિજય રમેશભાઈ ઉકેડીયા ઉ.વ.૨૪, રહે. રાજકોટ કોઠારીયા મેઇનરોડ રામ રણુંજા રાજકોટ, સુરેશ કેશુભાઇ ઉકેડીયા ઉ.વ.૨૫, રહે રાજકોટ કટારીયા ચોકડી પાછળ આદિત્ય આવાસ રાજકોટ તથા અભયભાઇ અતુલભાઈ મુંજારીયા, ઉ.વ.૨૪, રહે. રાજકોટ હુડકો ચોકડી શીવાલય કોમ્પલેક્ષને ઝડપી લઇ ધરપકડ કરી હતી.
પકડાયેલ વિજય ઉકેડીયા સામે અગાઉ રાજકોટ, ગીર સોમનાથ તથા કાલાવડ સહિત ૪ અને સુરેશ સામે રાજકોટમાં અગાઉ ૬ ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહી શાપર-વેરાવળના પો.ઇન્સ.આર.બી.રાણા, પો.સબ.ઇન્સ વી.જી.જેઠવા, પો.હેડ કોન્સ. રાજેશભાઇ બાથલ, મહેન્દ્રભાઇ ધાંધલ, દિનેશભાઇ ખાટરીયા, જગશીભાઇ ઝાલા, મહેન્દ્રભાઇ વાળા છત્રપાલસિંહ જાડેજા(SDPO -ઓફીસ ગોંડલ) પો.કોન્સ.લગધીરસિહ જાડેજા, અલ્પેશભાઈ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, દિવ્યેશભાઈ શામળા, રાજદીપસિહ જાડેજા, મનસુખભાઇ ચૌહાણ, નાઓ દ્રારા કરવામાં આવેલ હતી.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
